GSTV
Gujarat Government Advertisement

જે કાર્યકર્તા પ્રિયંકાને સ્કૂટર પાછળ બેસાડી લઈ ગયો હતો, તેની પોલીસે 6000ની પાવતી ફાડી

Last Updated on December 30, 2019 by Mayur

લખનઉમાં પ્રિયંકા ગાંધી એનઆરસી, સીએએના વિરોધમાં ધરપકડ કરાયેલા એક પૂર્વ આઇપીએસ અધિકારીના પરિવારને મળવા જઇ રહ્યા હતા પણ તેમને પોલીસે વચ્ચે જ અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં પ્રિયંકા એક સ્કૂટર પર બેસીને આ અધિકારીના પરિવારને મળવા માટે ગયા હતા. જોકે તેઓ જે સ્કૂટર પર બેઠા હતા તે દરમિયાન હેલમેટ નહોતુ પહેર્યું જેને પગલે પોલીસે છ હજાર રૂપિયાનો દંડ કર્યો હતો. 

બીજી તરફ પ્રિયંકા ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે લખનઉમાં જ્યારે હું પૂર્વ આઇપીએસ અધિકારીના પરિવારને મળવા જઇ રહી હતી ત્યારે મને વચ્ચે જ પોલીસે રોકી લીધી હતી અને મારૂ ગળુ દબાવી મને પાડી દીધી હતી. કોંગ્રેસે આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ શેર કર્યો હતો જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. બીજી તરફ લખનઉ પોલીસે આ આરોપોને ફગાવ્યા હતા, આ ઘટના બની ત્યારે ત્યાં જે મહિલા પોલીસ અધિકારી હાજર હતા તે સીઓ અર્ચનાસિંહે દાવો કર્યો હતો કે અમારામાંથી કોઇએ પણ પ્રિયંકાનું ગળુ દબાવવાનો પ્રયાસ નથી કર્યો. 

સાથે જ પોલીસે એવા પણ દાવા કર્યા હતા કે અર્ચનાસિંહ જ્યારે પોતાની સેવા બજાવી રહ્યા હતા ત્યારે બીજી તરફ તેમના ભાઇનું મોત પણ થયું હતું, જોકે તેઓએ પ્રિયંકા ગાંધીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોતાની ફરજ બતાવી હતી. પ્રિયંકા ગાંધીના આ કાર્યક્રમની સુરક્ષાની જવાબદારી અર્ચનાસિંહની હતી. જ્યારે તેઓ ડયૂટી પર હતા ત્યારે તેમને એવા અહેવાલો મળ્યા હતા કે તેમના ભાઇનું મોત થયું છે પણ તેઓએ આ વાત કોઇને કહી નહીં અને કામ કરવા લાગ્યા. 

જોકે તેઓ એક વીડિયોમાં પ્રિયંકા ગાંધીને અટકાવતા હોવાનું જોવા મળી રહ્યું છે પણ અર્ચનાસિંહે ગળુ દબાવ્યું હોવાના આરોપોને ફગાવ્યા હતા. પ્રિયંકા ગાંધી જતા રહ્યા તે બાદ પોતાના પિતરાઇ ભાઇના મોતના સમાચાર તેણે એસએસપીને આપ્યા હતા. અર્ચનાસિંહના પિતરાઇ ભાઇનું બિમારીને કારણે નિધન થયું હતું.

પ્રિયંકા નોટંકી કરી રહ્યા છે : મૌર્ય

પ્રિયંકા ગાંધી પોલીસે અટકાવ્યા છતા લખનઉમાં પૂર્વ આઇપીએસ અધિકારીના પરિવારને મળવા પહોંચી ગયા હતા. બીજી તરફ ભાજપના નેતા અને ઉત્તર પ્રદેશના ઉપ મુખ્ય પ્રધાન કેશવ પ્રસાદ મૌર્યએ જણાવ્યું હતું કે પ્રિયંકા ગાંધી નૌટંકી કરી રહ્યા છે. મૌર્યએ દાવો કર્યો હતો કે પોલીસે બળજબરી નથી કરી છતા પ્રિયંકા ગાંધી જુઠુ બોલી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે પ્રિયંકા ગાંધી માત્ર ફોટો પડાવવાના ઇદારાથી અને ચર્ચામા રહેવા માટે જ આ બધી જુઠી વાતો ફેલાવી રહ્યા છે. કોઇ પોલીસે તેમનું ગળુ નથી દબાવ્યું. સાથે આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી દ્વારા જ ઉત્તર પ્રદેશમાં હાલ હિંસા ફેલાવાઇ રહી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર

Dhruv Brahmbhatt

ચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર

Dhruv Brahmbhatt

કોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!