GSTV

સપા-બસપાએ માત્ર બે બેઠકો કોંગ્રેસ માટે છોડતાં નારાજ, સિધિંયાએ કહ્યું રસ્તો અલગ લક્ષ્યાંક એક જ હોવાનું

Last Updated on March 10, 2019 by

– સપા-બસપાએ કોંગ્રેસ માટે માત્ર બે બેઠકો છોડતાં નારાજગી

– સપા-બસપા કરતા રસ્તો અલગ હોઇ શકે, પણ લક્ષ્યાંક એક જ હોવાનો કોંગ્રેસનો દાવો

ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ એકલા હાથે સામાન્ય ચૂંટણી લડશે, એમ કોંગ્રેસના પશ્ચિમ ઉત્તર પ્રદેશના પ્રભારી જ્યોતિરાદિત્ય સિધિંયાએ આજે કહીને ઉમેર્યું હતું કે અમારો રસ્તો સપા-બસપા કરતા અલગ હોઇ શકે પણ લક્ષ્યાંક તો ભાજપને હરાવવાનો જ છે. તેમણે એમ પણ કહ્યું હતું કે જોડાણનો સવાલ છે ત્યાં સુધી સમાન વિચારસરણી ધરાવતા પક્ષોએ સમાન વિચારણીની જેમ જ વિચાર કરવો જોઇએ.

સપા-બસપાના ગઠબંધનમાં કોંગ્રેસને સમાવવા અંગે પુ:ન વિચાર કરી શકાય છે એવા અહેવાલો વચ્ચે પશ્ચિમ ઉત્તર પ્રદેશના કોંગ્રેસના પ્રભારી જ્યોતિરાદિત્ય સિધિંયાનું નિવેદન ખૂબ જ મહત્ત્વનું મનાય છે.

કોંગ્રેસ પણ સપા-બસપા-રાલોદના મહાગઠબંધનમાં છે અને એટલા માટે તો બે બેઠકો એમના માટે છોડવામાં આવી છે એવા એવા અખિલેશ યાદવના નિવેદન અંગે સિધિંયાએ કહ્યું હતું કે ‘જો તેઓ આવું વિચારતા હોય તો અમે પણ તેમના માટે બે કે ત્રણ બેઠકો છોડી શકીએ છીએ.

‘હાલની સ્થિતિ એવી છે કે સપા-બસપાએ નિર્ણય કર્યો હતો કે તેઓ એક જ લક્ષ્યાંક સાથે એક જ રસ્તે ચાલી રહ્યા છે તો કોંગ્રેસ પણ એવું જ વિચારે છે. અમારા રસ્તા અલગ હોઇ શકે, પણ લક્ષ્યાંક એક જ છે’એમ તેમણે કહ્યું હતું. સિધિંયાએ કહ્યું હતું કે  કોંગ્રેસ ઇચ્છે છે કે કેન્દ્રમાં યુપીએની સરકાર હોય અને ઉત્તર પ્રદેશમાં ૨૦૨૨માં તેઓ ફરી  સત્તામાં આવવા અડગ છે.

‘અમે અનેક વાર કહ્યું હતું કે  અમારો લક્ષ્યાંક એ જ છે કે કેન્દ્રમાં યુપીએની સરકાર હોવી જોઇએ. ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ પોતાની તાકાત પર જ ચૂંટણી લડશે’એમ તેમણે પત્રકારોને કહ્યું હતું.

તેમણે ઉમેર્યું હતું કે ‘અમે માનીએ છીએ કે સપા હોય કે બસપા, તેમણે જ આ નિર્ણય લીધો હતો અને અમે તેમના નિર્ણયનું સન્માન કરીએ છીએ. પોતાનો રસ્તો પસંદ કરવાનો તેમને અધિકાર છે. તો હવે કોંગ્રેસ પોતાની રીતે ચૂંટણી લડશે’.

Related posts

પોલીસ ગ્રેડ-પેના આંદોલનનું બાળ મૃત્યુ, સરકરે રચેલી સમિતિ એટલે કે ક્યારેય પૂર્ણ ન થનારી લોલીપોપ

Zainul Ansari

મોટી રાહત/ સરકારનો નિર્ણય- હવે તમે રાશનની દુકાનોમાંથી ખરીદી શકશો LPG સિલિન્ડર, જાણો તેના વિશે બધું

Vishvesh Dave

ચેતવણીરૂપ કિસ્સો / મોબાઇલ પર ગેમ રમતા-રમતા બેટરીમાં થયો વિસ્ફોટ, બાળકોની થઈ આવી હાલત

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!