GSTV

રાજસ્થાનના ચૂંટણી રણમાં કોંગ્રેસ દુવિધામાં અશોક ગેહલોત કે સચિન પાયલટ ?

Last Updated on December 12, 2018 by

રાજસ્થાનમાં રાજ કરનારી વસુંધરા રાજેને પ્રજાએ નકારી દીધી છે. ત્યારે હવે રાજસ્થાનનો ગઢ પર કોણ રાજ કરશે તેની ચર્ચા શરૂ થઈ છે. તેવામાં આજે જયપુરમાં કોંગ્રેસ વિધાયક દળની બેઠક યોજાશે. જેમાં સીએમ પદના નામ પર ચર્ચા થશે. જો કે આખરી નિર્ણય તો કોંગ્રેસ હાઈકમાન્ડ જ કરશે. બીજી તરફ મોડી રાતે રાજસ્થાનની 199 વિધનસભા ચૂંટણીના પરિણામો સ્પષ્ટ થયા. રાજસ્થાનની વિધાનસભાની 199 બેઠકો પરની ચૂંટણી પરિણામોમાં કોંગ્રેસે 99 બેઠકો પર જીત મેળવી છે. રાજસ્થાનમાં સરકાર બનાવવા માટે 101 બેઠકોની જરૂર છે. ત્યારે કોંગ્રેસની તેના સહયોગીઓ સાથે મળીને 101 બેઠકો થાય છે. રાજસ્થાનમાં અન્યના ખાતામાં 27 બેઠકો અને ભાજપને 73 બેઠકો પર જીત મળી છે.

 રાજસ્થાનમાં પણ કોંગ્રેસ સૌથી વધુ બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે. કોંગ્રેસની જીત માટે અશોક ગેહલોતની ભાગીદારીને મહત્વની મનાય છે. તેઓએ 2018માં કોંગ્રેસને બહુમતના નજીકના આંકડા સુધી લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને તેઓને વધુ એક વખત સીએમ પદની જવાબદારી સોંપવામાં આવે તેવી શક્યતા છે.

આજે રાજસ્થાન કોંગ્રેસનું ધારાસભ્ય દળ પોતાના નેતાની પસંદગી કરશે. કોંગ્રેસ હાઈકમાન્ડે સાંસદ કે. સી. વેણુગોપાલને પર્યવેક્ષક તરીકે મોકલ્યા છે. રાજસ્થાનમાં કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક બે વખત થશે. જયપુરમાં કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય પર પાર્ટીના નવનિર્વાચિત ધારાસભ્યોની બેઠક યોજાશે. આ બેઠકમાં કોંગ્રેસ હાઈકમાન્ડ તરફથી પાર્ટીના પર્યવેક્ષક કે. સી. વેણુગોપાલ હાજર રહેશે. ધારાસભ્ય દળની મનસા જાણ્યા બાદ વેણુગોપલ પોતાનો અહેવાલ હાઈકમાન્ડને મોકલશે. બાદમાં ફરી એકવાર સાંજે ધારાસભ્ય દળની બેઠક યોજીને નેતાને ચૂંટવાની ઔપચારીકતાઓ પૂર્ણ કરીને કોંગ્રેસ હાઈકમાન્ડને આની જાણકારી આપવામાં આવશે. વેણુગોપાલ રાજસ્થાન કોંગ્રેસના નવનિર્વાચિત ધારાસભ્યોનો અભિપ્રાય જાણીને તેનો અહેવાલ પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીને મોકલશે. 

રાજસ્થાનના ચૂંટણી રણમાં રાજેની સત્તાનો અસ્ત થયો. વિધાનસભા ચૂંટણીમાં જનતાએ ભાજપને જાકારો આપી દીધો. 163 બેઠકમાંથી ભાજપ ઘટીને 73 બેઠક પર પહોંચી ગઇ. જો કે કોંગ્રેસ પણ પૂર્ણ બહુમતથી દૂર રહી. ઉતાર ચઢાવના અંતે કોંગ્રેસ બહુમતની નજીક પહોંચી ગઇ. મતગણતરીના અંતે કોંગ્રેસને 99 બેઠક, ભાજપને 73 બેઠક, બીએસપીને 6 બેઠક, અપક્ષને 13 બેઠક અને અન્યને 8 બેઠક મળી છે.

જો કે રાજસ્થાનમાં કોંગ્રેસે સરકાર રચવા માટે બીએસપી અથવા અપક્ષનો સહારો લેવો પડશે. આ મામલે આજે કોંગ્રેસની ધારાસભ્ય દળની બેઠક યોજાવાની છે. જેમાં રાજસ્થાનના સીએમનું નામ પણ નક્કી કરવામાં આવી શકે છે. હાલમાં અશોક ગેહલોત અને સચિન પાયલટનું નામ સીએમની રેસમાં સૌથી આગળ ચાલી રહ્યું છે.

રાજસ્થાનમાં કોંગ્રેસના સંગઠન મહામંત્રી અને રાજ્યના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અશોક ગહલોતની મુખ્યપ્રધાન પદ માટેની દાવેદારી સૌથી વધુ મજબૂત માનવામાં આવે છે. જો કે યુવા નેતા તરીકે રાજસ્થાન કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ સચિન પાયલટ પણ મુખ્યપ્રધાન પદ માટે મજબૂત દાવેદાર છે. આવા સંજોગોમાં રાજસ્થાન કોંગ્રેસના ધારાસભ્યો અને પાર્ટી હાઈકમાન્ડ રાજ્યના મુખ્યપ્રધાન પદ માટેના નેતાની પસંદગી કરશે.  કોંગ્રેસના સંગઠન મહામંત્રી અશોક ગહલોતને પાર્ટીના ચૂંટાઈને આવેલા બળવાખોર ધારાસભ્યોએ ટેકો આપ્યો છે. કોંગ્રેસના આવા આઠ બળવાખોર ધારાસભ્યોએ કોંગ્રેસના નેતા અશોક ગહલોત સાથે મુલાકાત કરી છે. આ આઠેય જીતેલા બળવાખોરોને એકસાથે કોંગ્રેસના પર્યવેક્ષકોને મળવા માટે મોકલવામાં આવ્યા છે.

Related posts

હજીરા ખાતે નખાશે AMNS ઈન્ડિયાનો પહેલો સ્ટીલ પ્લાન્ટ, ગુજરાતમાં થશે કરોડોનું રોકાણ

GSTV Web Desk

અમદાવાદ / કોરોનાકાળમાં બાળકોના જન્મદર ઘટ્યો, જાણો તેના પાછળનું કારણ

GSTV Web Desk

SC-ST પ્રમોશનમાં અનામત આપવાના મુદ્દે સુપ્રીમ કોર્ટ સંભળાવશે નિર્ણય, જાણો શું છે સમગ્ર મામલો?

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!