GSTV
Home » News » ચિત્રકુટ પેટાચૂંટણીમાં કોંગ્રેસની જીત પર કોંગી નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ જનતાનો આભાર માન્યો

ચિત્રકુટ પેટાચૂંટણીમાં કોંગ્રેસની જીત પર કોંગી નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ જનતાનો આભાર માન્યો

ચિત્રકૂટની બેઠક જીતવા માટે મધ્યપ્રદેશ ભાજપે એડીચોટીનું જોર લગાવી દીધુ હતુ. એટલું જ નહીં ખુદ મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણે પણ અહીં સભાઓ સંબોધી હતી. તેમ છતાં ચિત્રકૂટની જનતાએ ભાજપને જાકારો આપ્યો. કોંગ્રેસે ચિત્રકૂટમાં જીત બદલ જનતાનો આભાર માન્યો છે તો સાથે મધ્યપ્રદેશની શિવરાજ સરકાર ઉપર નિશાન પણ તાક્યું છે.

કોંગ્રેસે મધ્યપ્રદેશના ચિત્રકૂટની વિધાનસભા બેઠક પર થયેલી પેટાચૂંટણીમાં જીત નોંધાવી છે. આ સાથે જ કોંગ્રેસે આ બેઠક પર પોતાનો દબદબો કાયમ રાખ્યો છે. પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને કોંગ્રેસના નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ ચિત્રકૂટ બેઠક પર જીત બદલ કોંગ્રેસી ઉમેદવાર નિલાંશુ ચતુર્વેદી અને જનતાનો આભાર માન્યો. સિંધિયાએ ટ્વિટ કરીને લખ્યું કે, ચિત્રકૂટની જનતાનો આભાર. કોંગ્રેસ ઉમેદવાર અને કાર્યકરોને અભિનંદન. અટેર પછી ચિત્રકૂટની જીતથી સ્પષ્ટ છે કે મધ્યપ્રદેશ હવે ભાજપના કુશાસનથી મુક્તિ ઇચ્છી રહ્યું છે. તો બીજી તરફ મધ્યપ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અજયસિંહે ભાજપ સરકારને નિશાને લીધી.

મધ્યપ્રદેશમાં ભાજપ અને કોંગ્રેસ બંને માટે ચિત્રકૂટની બેઠક નાકની લડાઇ બની ગઇ હતી. જેથી બંને પક્ષોએ આક્રમક ચૂંટણી પ્રચાર કર્યો હતો. ખુદ મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાન ત્રણ દિવસ સુધી ચિત્રકૂટ બેઠકની પેટાચૂંટણીમાં પ્રચાર માટે આવ્યા હતા. ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યપ્રધાન કેશવપ્રસાદ મૌર્યે પણ ભાજપના ઉમેદવાર માટે પ્રચાર કર્યો હતો. ખાસ વાત એ રહી કે શિવરાજસિંહ ચૌહાણ પ્રચાર દરમિયાન જે ગામમાં રોકાયા હતા ત્યાં પણ ભાજપના સૂપડા સાફ થઇ ગયા. જો કે ભાજપની દલીલ છે કે આ એક બેઠકને સમગ્ર રાજ્યની જનતાનો મિજાજ કહી શકાય નહીં.

આગામી મહિને ગુજરાત અને 2018માં મધ્યપ્રદેશમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ માટે આ જીત સંજીવની સાબિત થઇ શકે છે ત્યારે આ જીતથી મધ્યપ્રદેશના કોંગ્રેસી નેતાઓ ગદગદિત છે.

Related posts

Bigg Boss 13ના કંટેસ્ટેન્ટની પહેલી લિસ્ટ લીક થઈ, જાણો કોના નામો છે

Arohi

સુરત અગ્નિકાંડ બાદ રાજ્યના વિવિધ શહેરોમાં તપાસનો ધમધમાટ, ઘણી જગ્યાએ તંત્ર ઉંગતું ઝડપાયું

Nilesh Jethva

તમે મને નેતા તરીકે ચૂંટ્યો છે પરંતુ હું અને તમે સમાન છે: સેન્ટ્રલ હોલમાં પદનામિત પીએમ મોદીનું સંબોધન

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!