GSTV
Home » News » કોંગ્રેસ લોકસભામાં ચૂંટણી ઢંઢેરા માટે આ અર્થશાસ્ત્રીની લેશે મદદ, રાહુલે દુબઈમાં કરી મુલાકાત

કોંગ્રેસ લોકસભામાં ચૂંટણી ઢંઢેરા માટે આ અર્થશાસ્ત્રીની લેશે મદદ, રાહુલે દુબઈમાં કરી મુલાકાત

કૉંગ્રેસે લોકસભાની ચૂંટણી માટે તડામાર તૈયારીઓ શરૂ કરી છે. કોંગ્રેસ લોકસભામાં ચૂંટણી ઢંઢેરા માટે RBIના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનની મદદ લઈ શકે છે. કોંગ્રેસ આર્થિક અને કૃષિક્ષેત્રના નિષ્ણાતોની મદદ લઈને વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કરી રહી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોંગ્રેસ ખેડૂતોનો મુદ્દો ઉઠાવીને ભાજપને ઘેરી રહી છે. જેથી કોંગ્રેસ ખેડૂતલક્ષી રણનીતિ બનાવી રહી છે. રોજગારીનું સર્જન અને કૃષિ વિકાસ પર RBIના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન રહિતના જાણકારોની મદદ કોંગ્રેસ લેશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દુબઈના પ્રવાસ દરમ્યાન રઘુરામ રાજન સાથે બેઠક કરી હતી. જે બાદ રઘુરામ રાજને એક રિપોર્ટ તૈયાર કર્યો છે. જેનો ઉપયોગ ચૂંટણી ઢંઢેરામાં કરવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે, રઘુરામ રાજન યુપીએ-2 સરકારમાં આર્થિક સલાહકાર રહી ચુક્યા છે. અને હવે ફરીવાર રઘુરામ રાજનને કોંગ્રેસ મહત્વની જવાબદારી સોંપી શકે છે.

Related posts

પીએમ મોદી હ્યુસ્ટન પહોંચ્યા, કાલે હાઉડી મોદી કાર્યક્રમમાં ભાગ લેશે

Nilesh Jethva

યુએન હોય કે યુરોપિયન યુનિયન આ છોકરીનો વિશ્વમા છે દબદબો, મેળવશે દુનિયાનો સૌથી મોટો પુરસ્કાર

Riyaz Parmar

માની ભાવુક અપીલ સાંભળી બાબુલ સુપ્રિયો બોલ્યા- આંટી હું તમારા છોકરાને નુકશાન નહીં પહોંચાડુ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!