GSTV
Home » News » ત્રિશંકુ પરિણામ આવશે તો, રાષ્ટ્રપતિ પાસે સરકાર બનાવવાનો તત્કાળ દાવો રજૂ કરશે વિપક્ષ

ત્રિશંકુ પરિણામ આવશે તો, રાષ્ટ્રપતિ પાસે સરકાર બનાવવાનો તત્કાળ દાવો રજૂ કરશે વિપક્ષ

મતગણતરી પહેલાં જ કોંગ્રેસે કેન્દ્રમાં સરકાર બનાવવા માટેની રણનીતિ ઉપર કામ કરવાનું શરૂ કરી દીધુ છે. આ રણનીતી મુજબ જો NDA બહુમત મેળવવામાં અસફળ રહી તો પાર્ટી તત્કાળ સરકાર બનાવવા માટેનો દાવો રજૂ કરી શકે છે. જેથી રાષ્ટ્રપતિને સૌથી મોટા દળ અથવા ગઠબંધનને સરકાર બનાવવા માટે આમંત્રિત કરવાની તક જ ન મળે.

સૂત્રો મુજબ, કોંગ્રેસના રણનીતિકાર અહેમદ પટેલ અને વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીની પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીના ઘરે આ રણનીતિને અંતિમ રૂપ આપવામાં આવ્યુ છે. એક નેતાએ જણાવ્યુ હતુકે, ત્રિશંકુ લોકસભાની સ્થિતિમાં અમે સૌથી પહેલાં રાષ્ટ્રપતિ પાસે જઈશું. અમે કર્ણાટક મૉડલને કેન્દ્રમાં પણ અપનાવી શકીએ છીએ.

તો આ વચ્ચે વિપક્ષી દળોએ પણ ત્રિશંકુ જનાદેશની સ્થિતિમાં ગુરૂવારે રાષ્ટ્રપતિને પત્ર સોંપવાનો નિર્ણય કર્યો છે. પત્ર ઉપર આંધ્રપ્રદેશનાં મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડૂ, બસપા નેતા સતીશ ચંદ્ર મિશ્રા, પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, સપા પ્રમુખ અખિલેશ યાદવ, NCP નેતા પ્રફુલ્લ પટેલ અને ડીએમકે પ્રમુખ એમ સ્ટાલિમનનાં હસ્તાક્ષર છે.

આ ઝુંબેશમાં કોંગ્રેસને સામેલ કરવામાં આવી નથી.વિપક્ષી પાર્ટીઓએ પોતાના પત્રમાં લખ્યુ છેકે, પરિણામની જાહેરાત બાદ જ્યારે લોકસભાનાં બંધારણની રચના કરવા માટે અમને સરકાર બનાવવા માટે 272 સભ્યોની સૂચિ રજૂ કરવાની પણ તક મળે છે. તેથી અમારી વિનંતી ધ્યાનમાં લેવા જોઈએ.

આ પત્ર સાથે, કાયદાકીય નિષ્ણાંતોએ પણ મત આપ્યો છે, તેમણે કહ્યું હતું કે એક વિભાજિત આદેશની ઘટનામાં સરકાર રચવા માટે આમંત્રણ મળવું જોઈએ. લોકસભાની ચૂંટણીના પરિણામ પછી, તે રાષ્ટ્રપતિના વિવેક પર આધાર રાખે છે કે તે સરકાર રચવા માટે સૌથી મોટી પાર્ટીને અથવા ગઠબંધનને આમંત્રણ આપે છે.

READ ALSO

Related posts

કોર્પોરેશની બેઠકમાં હોબાળો : વિપક્ષે કહ્યું, મેયર ભેદભાવ ભરેલી નીતિથી લોકશાહીનું ખૂન કરી રહ્યા છે

Nilesh Jethva

યુએસ સિક્રેટ સર્વિસના એજન્ટોએ લીધી ગાંધી આશ્રમની મુલાકાત, અભેદ કિલ્લામાં ફેરવાશે આશ્રમ

Nilesh Jethva

આ પરિવારોએ હિજરત કરી ડેપ્યુટી કલેક્ટર ઓફિસમાં ધામા નાંખતા તંત્ર દોડતું થયું

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!