GSTV
Home » News » ગુજરાતની આ લોકસભા સીટ માટે કોંગ્રેસ રમશે સોગઠાબાજી, જાણો ગેમ પ્લાન

ગુજરાતની આ લોકસભા સીટ માટે કોંગ્રેસ રમશે સોગઠાબાજી, જાણો ગેમ પ્લાન

rahul

આગામી લોકસભા ચૂંટણીમાં લડી લેવા માટે ભાજપ-કોંગ્રેસ સમજી-વિચારીને પગલું ભરી રહ્યા છે. આ સાથે જ આજે ગુજરાતની બે લોકસભા સીટો માટે પણ કોંગ્રેસે પોતાનાં ઉમેદવારો જાહેર કર્યા છે. જો કે હજુ પણ સૌરાષ્ટ્રની મોટાભાગની સીટો પર ઉમેદવારોનાં નામની જાહેરાત બાકી છે. ત્યારે આ જે ગોહિલવાડ પંથકની લોકસભા સીટ, જ્યાં કોળી અને ક્ષત્રિય મતદારોનાં પ્રભાવ રહ્યો છે. આ બેઠક પર કોંગ્રેસે સંભવિતો કરતા અલગ વિચાર્યુ છે. તેમજ આ મામલે આગામી સમયમાં નવાજુની થવાનાં એંધાણ છે.

ભાવનગર લોકસભા બેઠક પરથી આજે કોંગ્રેસના AICCનાં ડેલિગેટ મનહર પટેલના નામની ચર્ચા થઈ છે. આની પાછળનો તર્ક એવો છે કે સીમાંકન બદલાયા તેમાં ઓબીસી મતદારોના પ્રભુત્વ વાળી મહુવા, ગારીયાધાર વિધાનસભા મતવિસ્તાર અમરેલી બેઠકમાં ગયા છે.  જ્યારે કે બોટાદ અને ગઢડાના મતવિસ્તારો ભાવનગર બેઠકમાં આવે છે. જ્યાં પાટીદારોની સંખ્યા વધુ છે. આ બેઠક પર કોંગ્રેસે પાંચમાંથી ચાર વખત કોળી અને ત્રણ વખત ક્ષત્રિયને લડાવ્યા પણ કોંગ્રેસને સફળતા મળી નથી. આ બેઠક પર પહેલા નંબર પર કોળીના મતો, બીજા નંબરે ત્રણ લાખથી વધુ પટેલ મતો છે. આથી કોળી અને દરબાર સિવાય પટેલ ઉમેદવાર પર ચર્ચા થઈ છે.

ભાવનગરની ત્રણ વિધાનસભામાં સાડા સાત લાખ મતો વાણિયા, બ્રાહ્મણ અને અન્ય સવર્ણોના છે, એટલે જો પાટીદાર ઉમેદવાર મુકવામાં આવે તો સર્વણોના મત મળી શકે છે એવું ગણિત મુકાયું છે. અહીં જીએસટી અને નોટબંધી પછી વેપાર ધંધાને માઠી અસર થઇ છે. ચેમ્બરનાં પ્રશ્નોને જીતુ વાઘાણી સાંભળતા નથી એવી વેપારી આલમની ફરિયાદ છે. તે સંજોગોમાં એજ્યુકેટેડ ઉમેદવાર સવર્ણોના મત પણ આકર્ષી શકે છે. આ બેઠક પર કોંગ્રેસના 28 ટકા કમિટેડ મતદારો છે. એટલે જો ઉમેદવાર મજબૂત હોય તો બે ટકા મત પરિણામ બદલી શકે છે.

ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સામે વેપારી વર્ગમાં મોટાપાયે નારાજગી છે. કોંગ્રેસ તેનો ફાયદો ઉઠાવવા માંગે છે. બીજુ અહીંથી નાનુ વાઘાણી ત્રણવાર ચૂંટણી હાર્યા છે. એટલે તેમના નામને બદલે બીજા નામની પણ ચર્ચા થઇ છે. જ્યારે કે કોળી સમાજમાં ભાજપના ઉમેદવાર ભારતીબેન શિયાળનો વિરોધ છે. તો આ તરફ કારડિયા રાજપૂતો જીતુ વાઘાણીથી નારાજ છે. આ તમામ પરિબળોને કારણે મનહર પટેલના નામની ચર્ચા થઈ રહી છે.

READ ALSO

Related posts

130 ફૂટનાં ઉંચા પહાડ પર ઘર બનાવીને એકલો રહે છે આ શખ્સ, કારણ છે એકદમ અનોખું

Path Shah

ચંદ્રયાન-2 બાદ હવે આ છે ISROનો આગળનો મોટો પ્લાન, શરૂ થઈ ગઈ છે તૈયારીઓ

Mansi Patel

ગુજરાતમાં જનાધાર મજબૂત કરવા માટે કોંગ્રેસ તૈયાર, ઓગસ્ટથી શરૂ કરશે ગુજરાત કોંગ્રેસ સંગઠન અભિયાન

Bansari
Do NOT follow this link or you will be banned from the site!