GSTV

2022ની વિધાનસભાની ચૂંટણીને લઇ કોંગ્રેસ એક્શન મોડમાં, પ્રત્યેક જિલ્લા અને શહેરોમાં યોજાશે કાર્યકારણી બેઠક

Last Updated on June 22, 2021 by Dhruv Brahmbhatt

2022 ની વિધાનસભાની ચૂંટણીને લઈને ફરી કોંગ્રેસ સક્રિય બની હોય તેવું લાગે છે. કારણ કે કોંગ્રેસ દ્વારા પ્રત્યેક જિલ્લા અને શહેરમાં કાર્યકારણી બેઠક યોજાશે. જેમાં સ્થાનિક સ્તરે થનારી કામગીરી અને પ્રશ્નોને લઈને ચર્ચા થશે. મોંઘવારી, કોરોના અસરગ્રસ્ત પરિવારો માટે આર્થિક મદદ અને સંગઠનના મુદ્દાઓ પર ચર્ચા થશે. આ કાર્યકારિણી બેઠકમાં કેટલાંક મહત્વપૂર્ણ નિર્ણયો પણ લેવાશે.

કોંગ્રેસ

બીજી બાજુ વાત કરીએ તો ગુજરાત કોંગ્રેસમાં આંતરિક કલેશ શાંત થવાનું નામ નથી લઇ રહ્યો. વર્ષ 2019માં જયારે પાટીદાર નેતા હાર્દિક પટેલ કોંગ્રેસમાં સામેલ થયા તો એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે તેમના કારણે રાજ્યમાં કોંગ્રેસને ફાયદો થશે. જેવી અત્યારે પરિસ્થિતિઓ હવે બની રહી છે તે મુજબ તો જોઈ શકાય છે કે હાર્દિક પટેલ પક્ષમાં જુથવાદનો શિકાર થઇ રહ્યાં છે.

હાર્દિક પટેલ

શું હાર્દિક પટેલ પક્ષમાં જુથવાદનો શિકાર થઇ રહ્યાં છે!

રાજ્યની રાજનીતિ પર નજર રાખનાર જાણકારોનું કહેવું છે કે, કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ, કોંગ્રેસના આંતરિક જુથવાદનો શિકાર થઇ રહ્યાં છે. છેલ્લાં લાંબા સમયથી ગુજરાત કોંગ્રેસમાં તેમને સાઈડલાઈન કરી દેવામાં આવી રહ્યાં છે. તેની શરૂઆત નગરપાલિકા અને મહાનગરપાલિકાઓની અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીથી જોવા મળી. થોડા દિવસ અગાઉ સૂત્રોનાં જણાવ્યાં અનુસાર કોર્પોરેશન ચૂંટણીમાં કોંગ્રેસની સ્ક્રીનિંગ કમિટીમાં કાર્યકારી અધ્યક્ષ હોવા છતાં તેમને સામેલ ન કરવામાં આવ્યાં.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

અમદાવાદ / કોરોનાકાળમાં પરિસ્થિતિનો લાભ લઇ લોકોને લૂંટનારી હોસ્પિટલોને નોટિસ, શું કાર્યવાહી કરાશે?

Zainul Ansari

અમદાવાદ / શોભાના ગાંઠિયા સમાન ટેનિસ કોર્ટ, અધધ ખર્ચે તૈયાર કરાયેલા કોર્ટ હજુ સુધી ચાલુ નથી કરાયા

Zainul Ansari

કોરોના મહામારી / શહેરી અને ગ્રામ્ય બેરોજગારી દરમાં થયો વધારો, ત્રીજી લહેરની આશંકાએ લોકોમાં વધ્યો ડર

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!