GSTV
Ahmedabad ગુજરાત ટોપ સ્ટોરી

મિશન 2022 / આપની સક્રિયતા પછી કોંગ્રસની ઉડી ઉંઘ, રક્ષા બંધન નિમિત્તે જગદીશ ઠાકોરે બહેનોને આપ્યુ ખાસ વચન

કોંગ્રસ

ગુજરાત વિધાનસભા ચૂંટણીના હવે ગણતરીના મહિના બાકી છે. ભાજપ અને આમ આદમી પાર્ટી તો એક્ટિવ થઈ ગઈ હતી. જો કે હવે કોંગ્રેસ ફણ એક્ટિવ થઈ ગઈ છે એવુ લાગી રહ્યું છે. આમ આદમી પાર્ટીની ગેરન્ટી પછી કોંગ્રેસે પણ બહેનોને વચન આપ્યું છે. રક્ષાબંધન નિમિત્તે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે બહેનોને વચન આપ્યું છે કે લઠ્ઠાકાંડમાં ભાઈ, દિકરા અને પતિ ગુમાવનારને ન્યાય અપાવશે. અન્ય પણ તેમણે વાયદા કર્યા છે.

કોંગ્રેસ

અમદાવાદમાં રક્ષાબંધન નિમિત્તે કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરએ મહિલાઓને વચન આપ્યું. તેમણે કહ્યું કે તમામ બહેનો રક્ષાબંધન નિમિત્તે વિશ્વાસ અપાવું છું કે લઠ્ઠા કાંડમાં ભાઇ, દિકરા અને પતિ ગુમાવ્યા છે તેમને ન્યાય અપાવીશ. ઉપરાંત આશા વર્કર, પોલીસમાં ફરજ બજાવતી બહેનો, સરકારી નોકરીમાં બહેનોનું થતું શોષણ બંધ કરાવીશ. ડ્રગ્સના નશામાં પોતાના દિકારા અને ભાઇ રિબાતા જોતી બહેનને ન્યાય અપાવીશ. બળાત્કાર અને જાતીય શોષણને ભોગ બનેલી બહેનનો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટ ચલાવી ન્યાય અપાવીશ.

ઉલ્લેખનીય છે કે ગતરોજ અરવિંદ કેજરીવાલ ફરી એક વખત ગુજરાત પ્રવાસે આવ્યા હતા. આ દરમિયાન વધુ એક ગેરન્ટીની જાહેરાત કરી હતી. તેમણે બહેનોને દર મહિને 1 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. તેની સાથે તેમણે અત્યાર સુધી કુલ પાંચ ગેરન્ટીની જાહેરાત કરી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય સમાચાર.

READ ALSO

Related posts

મુંબઇમાં રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલને ઉડાવી દેવાની ધમકી, લેન્ડલાઈન નંબર પર આવ્યો કોલ

Hemal Vegda

તેલંગાણા સીએમ કેસીઆરે તેલંગાણા રાષ્ટ્ર સમિતિને બનાવી દીધી ભારત રાષ્ટ્ર સમિતિ, રાષ્ટ્રીય રાજનીતિમાં પ્રવેશનો તખ્તો તૈયાર

HARSHAD PATEL

PM મોદીના શાંતિ આહ્વાન બાદ ઝેલેન્સકી પુતિન સાથે વાતચીત નહીં કરે, શાંતિ પ્રયાસોમાં યોગદાન આપવા માટે ભારતની તૈયારી

pratikshah
GSTV