GSTV
Home » News » ભાજપના ધારાસભ્ય રમેશ કટારાનો વીડિયો વાયરલ થયા બાદ કોંગ્રેસ ચૂંટણી પંચમાં કરશે ફરિયાદ

ભાજપના ધારાસભ્ય રમેશ કટારાનો વીડિયો વાયરલ થયા બાદ કોંગ્રેસ ચૂંટણી પંચમાં કરશે ફરિયાદ

ભાજપના ધારાસભ્ય રમેશ કટારાએ મતદારોને ધમકી આપતો વીડિયો વાયરલ થતા કોંગ્રેસે ચૂંટણી પંચમાં ફરિયાદ કરવાનું નક્કી કર્યું છે. કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું છે કે ભાજપ મતદારોને ડરાવી ધમકાવી ચૂંટણી જીતવા માંગે છે. જ્યારે કે ભાજપ ધારાસભ્યના બચાવમાં આગળ આવી છે. ભાજપે કહ્યું છે કે દાહોદમાં પહેલા વિકાસ નહોતો થયો અને હવે વિકાસ થયો છે. એ જ વાત ધારાસભ્યએ પોતાની રીતે કહી છે.

મહત્વનું છે કે, ભાજપના વધુ એક ધારાસભ્ય મતદારોને ધમકી આપતા વિવાદમાં સપડાયા છે. વાત છે દાહોદની અનામત બેઠક ફતેપુરાના ધારાસભ્ય રમેશ કટારાની. રમેશ કટારાએ આદિવાસી મતદારોને ધમકી આપ્યાનો વીડિયો વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં રમેશ કટારા મતદારોને ધમકાવતા કહે છે કે મોદી સાહેબે કેમેરા મુક્યો છે.

કોણ ભાજપને મત આપે છે અને કોણ કોંગ્રેસને એ મોદી સાહેબ દૂર બેઠા બેઠા જૂએ છે. રમેશ કટારાએ એવી પણ ડંફાસ મારી કે કોના બૂથમાં કેટલા મત નીકળ્યા એ મોદી જૂએ છે. એટલે જો મત ઓછા મળ્યા તો ઝૂંપડાના પૈસા પણ નહીં આપે.

મત ઓછા મળ્યાં તો કામ પણ ઓછું થશે અને મત નહીં આપો તો સરકારી લાભ નહીં મળે. કોંગ્રેસે આ રીતે મતદારોને ધમકાવવાના આરોપસર ધારાસભ્ય રમેશ કટારાની ચૂંટણી પંચમાં ફરિયાદ કરવાનું નક્કી કર્યું છે.

ધારાસભ્યના બફાટ પર ભારતીય જનતા પાર્ટી આવી બચાવમાં

ફતેપુરના ધારાસભ્યના બફાટ પર ભારતીય જનતા પાર્ટી બચાવમાં આવી છે. દાહોદમાં પહેલા વિકાસ નહોતો થયો અને હવે વિકાસ થયો છે. એ વાત ધારાસભ્યએ પોતાની રીતે કહી હોવાની વાત ભાજપે કહી છે. ભાજપે કોંગ્રેસ પર પણ આક્ષેપ લગાવતા કહ્યુ કે,  કોંગ્રેસ અને તેમના સમર્થકો આવી વાતો ફેલાવે છે.

Read Also

Related posts

ગુજરાતીઓએ મોલ અને મલ્ટિપ્લેક્સમાં પાર્કિગ માટે ચૂકવવો પડશે ચાર્જ, સુપ્રીમે આપ્યો મોટો ચૂકાદો

Karan

લીંબડીની હોસ્પિટલમાંથી પોલીસને થાપ આપીને ભાગનારે પ્રેમિકાનો હાથ પકડી…

Bansari

એલઆરડી પરીક્ષાની ભરતી પ્રક્રિયા પણ આવી વિવાદમાં, ચેરમેને કરવો પડ્યો આ ખુલાસો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!