GSTV

ભાજપની જાળમાં ફસાય નહીં આ માટે કોંગ્રેસે 10 પાટીદાર ધારાસભ્યો પર વોચ ગોઠવી

Last Updated on March 14, 2020 by Mayur

ભાજપે ત્રીજો ઉમેદવાર ઉભો રાખતા રાજ્યસભાની ચૂંટણી રસાકસીભરી બની રહી છે ત્યારે કોંગ્રેસના બંને ઉમેદવાર શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીએ ફોર્મ ભરી ઉમેદવારી નોંધાવી હતી. ભાજપના ઉમેદવારો જ નહી,પ્રદેશ પ્રમુખ ઉપરાંત નાયબ મુખ્યમંત્રીએ પણ સ્પષ્ટ સંદેશો આપ્યો છેકે, ભાજપનો ત્રીજો ઉમેદવાર ચોક્કસપણ જીતશે તે જોતાં તોડજોડની રાજનીતિ રમાય તેવા એંધાણ વર્તાઇ રહ્યાં છે.

રાજસ્થાનના ખાનગી રિસોર્ટમાં લઈ જવામાં આવશે

ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકોની પેટાચૂંટણી 26મી માર્ચે યોજાનાર છે, જેમાં કોંગ્રેસે શક્તિસિંહ ગોહિલ અને ભરત સોલંકીને ચૂંટણી મેદાને ઉતાર્યા છે. બંને ઉમેદવારોએ ફોર્મ ભર્યા બાદ કોંગ્રેસના ધારાસભ્યોની એક બેઠક મળી હતી, જેમાં જરૂર પડે તો ધારાસભ્યોને રાજસ્થાનના ખાનગી રિસોર્ટમાં લઇ જવાય તે અંગે અભિપ્રાય લેવાયો હતો. મોટાભાગના ધારાસભ્યોએ ભાજપની નીતિ સામે ખતરો ગણાવીને અન્ય રાજ્યમાં જવા સંમંતિ દર્શાવી હતી.સૂત્રોના મતે,16-17મીએ કોંગ્રેસના ધારાસભ્યોને રાજસ્થાનમાં જયપુર ખાતે ખસેડાય તેવી શક્યતા જોવાઇ રહી છે.

કોંગ્રેસે 10થી વધુ ધારાસભ્યો પર વોચ

નરહરિ અમીને ત્રીજા ઉમેદવાર તરીકે ચૂંટણીમાં ઝુકાવ્યુ છે ત્યારે કોંગ્રેસે 10થી વધુ પાટીદાર ધારાસભ્યો પર વોચ ગોઠવી દીધી છે. કોંગ્રેસને ભય છેકે, બે ત્રણ ધારાસભ્યો ક્રોસવોટિંગ કરી શકે છે તે જોતાં કોંગ્રેસના ધારાસભ્યોને સલામત સૃથળે ખસેડવા યોજના ઘડાઇ છે. વિધાનસભા સત્ર ચાલી રહ્યુ છે ત્યારે એવુ ય નક્કી કરાયુ છેકે, માત્ર સિનીયર ધારાસભ્યો જ ગૃહમાં હાજરી આપશે. જયારે અન્ય ધારાસભ્યોને ખાનગી રિસોર્ટમાં લઇ જવાશે. આમ,હવે 26મી સુધી કોંગ્રેસના ધારાસભ્યો એકજૂથ રહી શકે છે પછી ભાજપની જાળમાં આવી જશે તે અંગે તરેહ તરેહની અટકળો અત્યારથી જ વહેતી થઇ છે.

લોકસભા, વિધાનસભામાં નહીં ને રાજ્યસભામાં હારવા નરહરિ અમીનને ટિકિટ અપાઇ : અમિત ચાવડા

રાજ્યસભાની ચૂંટણીને જોતાં ભાજપ-કોંગ્રેસે સામસામે આક્ષેપો કરવા માંડયા છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ એવો આક્ષેપ કર્યો છે કે, ભાજપે હરહંમેશ પાટીદારો સાથે અન્યાય કર્યો છે. લોકસભા અને વિધાનસભામાં ટિકીટ આપી નહીં. આ ઉપરાંત ભાજપે જો રાજ્યસભામાં ટિકીટ આપવી જ હતી તો પછી ગઇકાલે બે નામો જાહેર કર્યા ત્યારે કેમ નરહરિ અમીનનું નામ જાહેર કરાયુ નહી. આમ,ધારાસભ્યોનું સંખ્યા બળ ન હોવા છતાંય ભાજપે નરહરિ અમીનને હારવા માટે ચૂંટણી મેદાને ઉતાર્યા છે. કોગ્રેસના ધારાસભ્યો એકજૂથ છે અને એકજૂટ રહેશે. ભાજપ કોંગ્રેસના ધારાસભ્યોને કોઇપણ ભોગે ખરીદી નહી શકે.

હું અપક્ષ-કોંગ્રેસના ધારાસભ્યોને મળીને સહયોગ માંગીશ – નરહરિ અમીન

રાજ્યસભાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવ્યા બાદ નરહરિ અમીને એવી પ્રતિક્રિયા આપીકે, હું અપક્ષ અને કોંગ્રેસના ધારાસભ્યોને વ્યક્તિગત મળીને મત માટે સહયોગ માંગીશ. મત આપવો કે નહીં, તે અંગે કોંગ્રેસના ધારાસભ્યોએ નક્કી કરવાનું છે. ચૂંટણી જીતવાના મારા તમામ પ્રયાસો હશે.જોકે, કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ છે.મને લાગે છેકે, કોંગ્રેસ ચોક્કસપણે તૂટશે અને ભાજપ ત્રણેય બેઠકો જીતશે તેવો મને સંપૂર્ણપણે વિશ્વાસ છે.મને કોંગ્રેસના ધારાસભ્યોની નારાજગીનો લાભ મળશે.હારજીતનો સવાલ નથી.મારી જ જીત થશે.

READ ALSO

Related posts

ગુજકેટ/ રાજ્યમાં 1.18 લાખ છાત્રો આપશે આવતીકાલે પરીક્ષા : અમદાવાદ પોલીસે જાહેર કર્યું જાહેરનામુ, નિયમો તોડ્યા તો થશે કાર્યવાહી

Vishvesh Dave

વેપારની વાત / ગુજરાતમાં 20 લાખથી વધુને રોજગારી આપતા આ ક્ષેત્રમાં છે મંદીનો માહોલ, હવે તેજી લાવવા કરાશે આ ઉપાય

Zainul Ansari

ખુશખબર/ ઓલિમ્પિકમાં હોકીમાં બ્રોન્ઝ મેડલ જીતનાર આ 8 ખેલાડીઓને સરકાર આપશે એક કરોડ રૂપિયા, કરી મોટી જાહેરાત

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!