GSTV
Home » News » પહેલા ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી એકસાથે કરાવો પછી સર્વપક્ષીય બેઠક બોલાવજો

પહેલા ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી એકસાથે કરાવો પછી સર્વપક્ષીય બેઠક બોલાવજો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એક રાષ્ટ્ર એક ચૂંટણી અને અન્ય કેટલાક મુદ્દાઓ પર બોલાવાયેલી સર્વપક્ષીય બેઠકમાં કોંગ્રેસ ગેરહાજર રહી હતી. ત્યારે કોંગ્રેસે કહ્યું છે કે જો સરકાર ચૂંટણી સુધારાઓને લઇને કોઇ પગલા ઉઠાવવા ઇચ્છે છે તો તેઓ સંસદમાં આ મુદ્દે ચર્ચા કરાવે.

પાર્ટીના સાંસદ ગૌરવ ગોગોઇએ લોકસભા અને રાજ્યોની વિધાનસભાની ચૂંટણી એક સાથે કરાવવાના મુદ્દે ભાજપ ઉપર બેવડા માપદંડનો આરોપ લગાવતા કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષને બેઠકમાં સામેલ થવા માટે આમંત્રણ મળ્યું હતુ પરંતુ તેઓ ખેદ પ્રગટ કરતા તેમાં સામેલ થયા ન હતા. ગોગોઇએ જણાવ્યું કે અમે ઇચ્છીએ છીએ કે ચૂંટણીપ્રક્રિયામાં સુધારો થાય. અમે ગુજરાતમાં રાજ્યસભાની બે બેઠકો પર એકસાથે ચૂંટણી કરાવવાની માગણી કરી છે. વાંધો ત્યાં છે કે વડાપ્રધાન વિપક્ષની વાતને નજર અંદાજ કરતા રહ્યા છે.

કોંગ્રેસ નેતા ગૌરવ ગોગોઇએ જણાંવ્યું કે, એક રાષ્ટ્ર અને એક ચૂંટણીનો વિષય બંધારણ સાથે જોડાયેલો છે. ગોગોઇએ કહ્યું કે જે લોકો બેઠકમાં સામેલ થયા છે તેમની પોતાની વિચારધારા છે.

સર્વપક્ષીય બેઠકમાં આ નેતાઓ ગેરહાજર

પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી અને તૃણમુલ કોંગ્રેસ પાર્ટીનાં વડા મમતા બેનરજી, બહુજન સમાજ પાર્ટીનાં વડા અને યુપીનાં પૂર્વ મુખ્યમંત્રી માયાવતી, સમાજવાદી પાર્ટીનાં નેતા અને યુપીનાં પૂર્વ સીએમ અખિલેશ યાદવ ગેરહાજર રહ્યા હતાં. તેમજ ડિએમકે પ્રમુખ એમ કે સ્ટાલિન, તેલંગાણાનાં સીએમ અને તેલંગાણા રાષ્ટ્ર સમિતીનાં વડા કે.ચંદ્રશેખર રાવ, આંધ્રનાં પૂર્વ સીએમ અને ટીડિપી નેતા ચંદ્રાબાબુ નાયડુ અને દિલ્હીનાં મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીનાં કન્વિનર અરવિંદ કેજરીવાલ પણ સર્વપક્ષીય બેઠકથી અળગા રહ્યા હતાં.

READ ALSO

Related posts

બ્રાઝિલમાં પુર અને ભૂસ્ખલનથી 30નાં મોત, 3500થી વધુ લોકોનું સ્થળાંતર

Mansi Patel

‘કચ્છડો બારે માસ’ અડીખમ : આજે ભૂકંપની 19મી વરસી

Mayur

શિયાળે વાદળો છવાયા : આવતીકાલે ગુજરાતના આ વિસ્તારોમાં મેેઘરાજા બનશે મૂશળધાર

Mayur
Do NOT follow this link or you will be banned from the site!