GSTV
Gujarat Government Advertisement

ગૃહમાંથી કોંગ્રેસના સભ્યોનું વોકઆઉટ : કોરોનાના કારણે સત્ર ટૂંકાવવાની માંગણી કરી

Last Updated on March 16, 2020 by Mayur

કોરોનાની વધતી દહેશતને કારણે ગુજરાત વિધાનસભાનું સત્ર ટૂંકાવવાની માંગણી સાથે કોંગ્રેસના સભ્યોએ વોકઆઉટ કર્યું. ગૃહની કાર્યવાહી દરમ્યાન વિપક્ષ કોંગ્રેસના સભ્યોએ કોરોનાને કારણે સત્ર ટૂંકાવવાની માંગણી કરી. જો કે વિધાનસભાના અધ્યક્ષે વિપક્ષની માંગ ન સ્વીકારી. વિધાનસભા અધ્યક્ષે જણાવ્યું કે હાલ ગૃહ બંધ રાખવું યોગ્ય નથી. મેં વિધાનસભાના અધિકારીઓને સૂચના આપી છે. સમગ્ર ગૃહને સેનેટાઇઝરથી સાફ કરવામાં આવે છે. જે બાદ કોંગ્રેસના તમામ સભ્યોએ ગૃહની કામગીરીનો બોયકોટ કરી ગૃહમાંથી વોકઆઉટ કર્યું.

વર્ષમાં એક જ વખત સત્ર મળે છે

આ મામલે ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે વર્ષમાં એક વખત સત્ર મળે છે. જેમાં પ્રજાના કામો કરવાના હોય છે. પરંતુ કોંગી ધારાસભ્યો જયપુર જવા માટે ગૃહ બંધ રખાવવા માંગે છે. કોંગ્રેસ હંમેશા ભાગેડુવૃતિ જ અપનાવે છે. સરકારે કોરોનાને લઇને પૂરતા પગલાં લીધા છે. આથી કોંગ્રેસ તેમનું ઘર સાચવે. ગૃહ બંધ ન કરાવે.

ભાજપ લોકશાહીનું વસ્ત્રાહરણ કરી રહી છે

બીજી તરફ વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ફરી એક વખત ભાજપને આડેહાથ લીધી. તેમણે કહ્યું કે કોરોનાને લઇને અનેક રાજ્યોની વિધાનસભાના સત્ર સ્થગિત કરવામાં આવ્યા છે. તેમણે કટાક્ષ કરતા કહ્યું કે કમલમમાંથી ઉદ્દભવેલા તોડોના વાયરસથી રાજ્ય ભયભીત છે. ધાનાણીએ કહ્યું કે ભાજપ લોકશાહીનું વસ્ત્રાહરણ કરી રહી છે. પરંતુ જે સત્તાની લાલચે કાળા ધનમાં ભાગીદાર થવા જાય છે તેનો જવાબ જનતા આપશે.

વૈશ્વિક મહામારી છતાં સત્ર ચાલુ

કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભામાંથી વોકઆઉટ કર્યા બાદ કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમ્મરે પ્રતિક્રિયા આપી. કોંગ્રેસે કોરોના વાયરસના કારણે ગૃહ બંધ રાખવાની માગ કરી હતી. કોરોનેને વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી હોવા છતા સત્ર શરૂ રાખવામાં આવ્યુ જેથી વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારે કોંગ્રેસના ધારાસભ્યો હવે ગાંધીનગરથી રાજસ્થાન જવા રવાના થયા છે.

વિધાનસભામાં ધારાસભ્યોનો મુદ્દો ઉછળ્યો

ગુજરાત વિધાનસભામાં કોરોના મુદ્દે શાસક અને વિપક્ષના સભ્યો વચ્ચે સામસામી દલીલો થઇ. આ દરમ્યાન બંને પક્ષના સભ્યો એકબીજા પર કટાક્ષ કરવાનું પણ ન ચૂક્યા. કોંગ્રેસના નેતાઓએ તેમના ધારસભ્યોને તોડવા મુદ્દે કટાક્ષ કરતા કહ્યું કે, ગુજરાતમાં હાલ કોરોના… તોડોના… અને.. મરો ના… જેવી સ્થિતિ છે. કોંગ્રેસ જાએ તો કહાં જાએ. તેમણે કહ્યું કે ભાજપ ગુલાબી નોટોના તોલે ધારાસભ્યોને તોલી ખરીદી રહી છે. ભાજપ વિધાનસભાના અધ્યક્ષને પણ હેરાન કરી તેમને સતત ઉજાગરા કરાવી રહ્યા છે. કોંગ્રેસના નેતાઓના આ કટાક્ષ પર ગૃહરાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું કે કોંગ્રેસ જયપુર જે ધારાસભ્યોને લઇ ગઇ છે તેમનો ખ્યાલ રાખજો. બે ધારાસભ્યોની તબિયત ખરાબ છે. ભાજપ વિશ્વાસ આપે છે કે ગુજરાત સરકાર તેમને સાચવશે. વોટની રાજનીતિમાં મોતની રાજનીતિ ન રમાય તેવી સલાહ પણ પ્રદિપસિંહ કોંગ્રેસને આપી.

ધાનાણીના આકરા પ્રહાર

રાજ્યસભાની ચૂંટણી વચ્ચે ભાજપની ગાંધીનગરમાં મહત્વની બેઠક મળી. આ બેઠકમાં રાજ્યસભાની ચૂંટણી અંગે મહત્વની ચર્ચા કરવામાં આવી. બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રદેશ પ્રમુખ સહિત નેતાઓ હાજર રહ્યા. આ ઉપરાંત બેઠકમાં ભાજપના ત્રણેય ઉમેદવાર હાજર રહ્યા હતા. આ ઉપરાંત બેઠકમાં એકડા, બગડા અંગે ભાજપના ધારાસભ્યોને સૂચના અપાઈ હતી. અને ચૂંટણી યોજાય તો એકડા, બગડામાં ભૂલ ન થાય તેની તકેદારી રાખવાની પણ સૂચના આપવામાં આવી.

વેચાઉ માલ સાથે વિધાનસભાની કાર્યવાહીનો પ્રારંભ

વિધાનસભાની કાર્યવાહી શરૂ થતાની સાથે હોબાળો કર્યો. કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભામાં વેચાઉ માલ જેવા શબ્દનો પ્રયોગ કરતા બોલાચાલી થઈ હતી. પહેલો પ્રશ્ન પુછતા પ્રવીણ મારૂએ રાજીનામું આપતા કોંગ્રેસના ધારાસભ્યોએ વેચાઉ માલ જેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો. હોબાળો થતા ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા એ કહ્યું કે. કોંગ્રેસે પોતાનું ઘર સાચવું જોઈએ.. જે બાદ સીએમ રૂપાણીએ જણાવ્યુ હતુ કે,સ કોંગ્રેસ પોતાના ધારાસભ્યો ને સાચવી શકતી નથી અને ભાજપ પર આક્ષેપ થાય છે. તો બીજી તરફ અમિત ચાવડાએ કરોડો રૂપિયામાં ધારાસભ્યોની ખરીદી કરવામં આવી હોવાનો આક્ષેપ કર્યો.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ભારત બાયોટેકનું મોટું નિવેદન / ‘કેન્દ્રને વધુ સમય 150 રૂપિયામાં વેક્સિન નહીં આપી શકીએ’, શું છે કારણ?

Dhruv Brahmbhatt

આજથી દેશભરમાં હોલમાર્કિંગ ફરજીયાત, વેપારીઓ અને ગ્રાહકોને થશે ફાયદો: જવેલર્સ

Pritesh Mehta

ગલવાન અથડામણનું એક વર્ષ, ભારતીય સેનાએ શહીદ જવાનોને આપી વિશિષ્ટ શ્રદ્ધાંજલિ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!