GSTV
Ahmedabad Trending ગુજરાત

ભાજપ એક્ટિવ થતાં કોંગ્રેસ જાગી : નવા નિમાયેલા 3 સહપ્રભારી અમદાવાદ પહોંચ્યા, 11 જિલ્લાઓના નેતાઓ સાથે કરી બેઠક

અમદાવાદમાં મિશન 2022 માટે કોંગ્રેસે બેઠકોનો દોર શરૂ કર્યો છે. નવા નિમાયેલા 3 સહપ્રભારી અમદાવાદ પહોંચ્યા હતા. આજે 11 જિલ્લાના આગેવાનો સાથે બેઠકનું આયોજન કરાયું હતું. અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, મહેસાણા, આણંદ, પંચમહાલ, પાટણ, છોટાઉદેપુર, કચ્છ, તાપી સહિતના જિલ્લાઓના નેતાઓ બેઠકમાં હાજર રહ્યાં હતા. આ બેઠકમાં નવા પ્રભારી, સહપ્રભારી, ઉપપ્રમુખ, મહામંત્રી સહિતના લોકો હાજર રહ્યાં હતા.આ બેઠકમાં નવી નિમણૂંક અને ફેરફાર અંગે ચર્ચા કરવામાં આવી હતી. 6 થી 15 એપ્રિલ સુધી યોજાનારી પદયાત્રા અંગે પણ બેઠકમાં ચર્ચા કરાઇ હતી.

કોંગ્રેસ

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલ કોંગ્રેસના સીએમ પદના ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ થઈ શકે છે. નરેશ પટેલને કોંગ્રેસ તરફ ખેંચવામાં રાજસ્થાનના સીએમ અશોક ગહેલોતની મુખ્ય ભૂમિકા હોવાનું પણ સામે આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે નરેશ પટેલે રાજસ્થાનમાં અશોક ગહેલોત અને પ્રશાંત કિશોર સાથે બેઠક કરી હતી. જે બાદ નરેશ પટેલે દિલ્હીમાં બેઠકનો દોર પણ શરૂ કર્યો છે. ગુજરાતમાં કોંગ્રેસ પાસે કોઈ સીએમ પદનો ચહેરો નથી એટલે કોંગ્રેસ માટે ગુજરાતમાં ચૂંટણી જીતવી અશક્ય છે. પ્રશાંત કિશોરના સૂચન બાદ કોંગ્રેસમાં પણ કવાયત શરૂ થઈ છે. 25મી માર્ચે જીએસટીવીએ નરેશ પટેલ કોંગ્રેસમાં સામેલ થવાના અહેવાલને પ્રસારિત કર્યો હતો.

READ ALSO:

Related posts

Ram Navami/ ભગવાન રામ પાસેથી આજે પણ આ ગુણો શીખવા જેવા છે

Padma Patel

હાથના કર્યા હૈયે વાગ્યા/ માસૂમના હાથમાં પકડાવી દીધી ગન, પછી જે થયું તે તમે જાતે જ જોઈ લો

Siddhi Sheth

તેરી આંખોમે મેરા દિલ ખો ગયા… હસીકા દિવાના તેરા હો ગયા! બોલિવુડની હસીનાઓ ને દિલ આપી બેઠા છે આ રાજનેતાઓ

pratikshah
GSTV