GSTV

જ્યોતિરાદિત્ય સિંધિયા : એમપીમાં પેટાચૂંટમી ટાણે જ ભાજપ અને સંઘ ટેન્શનમાં, એક પત્ર બન્યો કારણભૂત

મધ્ય પ્રદેશમાં વિધાનસભાની પેટાચૂંટણી પહેલાં જ કોંગ્રેસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના કહેવાતા સ્વયંસેવક રાજેશ કુમારનો મોહન ભાગવતને લખાયેલો પત્ર વાયરલ કર્યો છે.

સિંધિયા

સિંધિયાના ભાજપ પ્રવેશથી સ્વયંસેવકો નારાજ

આ પત્રમાં જ્યોતિરાદિત્ય સિંધિયાના ભાજપમાં પ્રવેશથી સ્વયંસેવકો નારાજ હોવાનો દાવો કરાયો છે. આ પત્રમાં કમલનાથ સરકારને ગબડાવી દેવાઈ તેને લોકશાહીની હત્યા ગણાવાઈ છે અને સંઘ પણ તેમાં ભાગીદાર છે કે શું તેવો સવાલ કરાયો છે. સિંધિયાનો વરસો સુધી વિરોધ કર્યા પછી તેમની સાથે સોદાબાજી કરવા સામે પણ સવાલ ઉઠાવાયા છે.

સંઘ-ભાજપ ટેન્શનમાં

આ પત્રના કારણે સંઘ-ભાજપ ટેન્શનમાં છે. પેટાચૂંટણીમાં આ પત્રની અસર ના પડે એ માટે ડેમેજ કંટ્રોલ શરૂ કરીને સ્વયંસેવકોની બેઠકો શરૂ કરી દેવાઈ છે. સંઘના ટોચના નેતાઓ પણ સ્થાનિક નેતાઓ સાથે વાત કરી રહ્યા છે અને આ બધી વાતોમાં નહીં આવવા સલાહ અપાઈ રહી છે.  ભાજપનો દાવો છે કે, કોંગ્રેસે સ્વયંસેવકોમાં ફૂટ પડાવવા આ પત્ર ઉભો કર્યો છે, બાકી સંઘમાં સિંધિયા સામે નારાજગી નથી. અલબત્ત સ્વયંસેવક રાજેશ કુમારના મુદ્દે ભાજપ ચૂપકીદી સાધે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

સમાજ સેવી બાબા આમટેની પૌત્રી ડૉ. શીતલ આમટેએ ભેદી સંજોગોમાં કરી આત્મહત્યા

pratik shah

કાર્તિકી પૂર્ણિમા : રાજ્યના આ ઐતિહાસિક શહેરમાં આવેલુ છે 250 વર્ષ જૂનુ ભગવાન કાર્તિકેયનું મંદિર, વર્ષમાં એકવાર ભક્તો કરી શકે છે દર્શન

Nilesh Jethva

સિદ્ધહેમ શબ્દાનુશાસન નામનો ગુજરાતી વ્યાકરણ ગ્રંથ આપનાર હેમચંન્દ્રાચાર્યની આજે જન્મ જયંતિ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!