રાહુલ ગાંધીની ભારત યાત્રા ચાલી રહી છે ત્યારે કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહે ફિલ્મ સ્ટાર સલમાન ખાનનો એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં સલમાન ખાન હિંદુ-મુસ્લિમ એકતાની તરફેણ કરતાં ‘હિંદુ-મુસ્લિમ ભાઈ-ભાઈ, ક્યા બોલતે મિયાંભાઈ, ક્યા બોલતે હિંદુ ભાઈ’ ગીત ગાય છે.
કોંગ્રેસના નેતા અને કાર્યકરો આ વીડિયો અત્યારનો હોવાનું ગણાવીને તેને વાયરલ કરી રહ્યા છે. આડકતરી રીતે કોંગ્રેસીઓ એવું સ્થાપિત કરવા પ્રયત્ન કરી રહ્યા છે કે, સલમાન ખાને રાહુલની ભારત યાત્રા જોડોના વિષય પર ગીત ગાઈને આડકતરી રીતે રાહુલને ટેકો આપ્યો છે. કોંગ્રેસીઓના દાવાને પગલે સોશિયલ મીડિયા પર જંગ જામ્યો છે કેમ કે સલમાનનો વીડિયો બે વર્ષ જૂનો છે.
લોકો કોમેન્ટ કરી રહ્યા છે કે, કોંગ્રેસે હવે સલમાન ખાનની લોકપ્રિયતાને વટાવી ખાવાના અને જૂઠાણાં ફેલાવવાના દિવસો આવી ગયા. કોંગ્રેસીઓનો બચાવ છે કે, સલમાન ખાનના વીડિયોમાં પણ હિંદૂ-મુસ્લિમ એકતાની વાત છે તેથી વીડિયો મૂકી રહ્યા છીએ. અમે સલમાન રાહુલને ટેકો આપે છે એવો દાવો કર્યો નથી.
READ ALSO
- શું તમે બ્લૂ-ટી વિશે જાણો છો? સ્વાસ્થ્ય માટે માનવામાં આવે છે ફાયદાકારક
- અખિલેશનું લોકસભા માટે પછાત-મુસ્લિમ કાર્ડ, 2022ની વિધાનસભા ચૂંટણી બાદ વિખેરી નાંખી હતી રાષ્ટ્રીય કારોબારી
- મોટા સમાચાર / પેપરલીક કાંડ મામલે કોર્ટે તમામ આરોપીઓના 12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
- કેનેડા પછી હવે ઓસ્ટ્રેલિયામાં પણ પગ ફેલાવી રહ્યા છે ખાલિસ્તાની? ભારતીયો પર હુમલામાં પાંચ લોકો થયા ઘાયલ
- ભાજપે મુસ્લિમોને ટિકિટ આપી, ભૂતપૂર્વ મુખ્યમંત્રી બિપ્લબ કુમાર દેબનું પત્તું કાપ્યું