GSTV

અમેરિકાના લશ્કરી મુખ્યમથક પેન્ટાગનના ટોચના અધિકારીએ ભારતને આપી ચેતવણી

Last Updated on August 30, 2018 by

અમેરિકાના લશ્કરી મુખ્યમથક પેન્ટાગનના એક ટોચના અધિકારીએ ભારતને ચેતવણી આપી છે કે રશિયા પાસેથી હથિયારોની ખરીદી પર તેમને વોશિંગ્ટન પાસેથી મળનારી વિશેષ છૂટની કોઈ ગેરેન્ટી મળશે નહીં. ભારત દ્વારા પોતાના જૂના સાથીદેશ રશિયા સાથે જમીનમાંથી હવામાં લાંબા અંતરની મારક ક્ષમતા ધરાવતી મિસાઈલ વિરોધી સિસ્ટમ એસ-400 સહીતના અન્ય શસ્ત્રોની ખરીદી કરી રહ્યું છે. અમેરિકા ભારત અને રશિયા વચ્ચેના હથિયાર ખરીદીના સોદાથી ચિંતિત છે. મહત્વપૂર્ણ છે કે તાજેતરમાં ભારત અને અમેરિકા એકબીજાના મહત્વપૂર્ણ સંરક્ષણ સાથીદાર તરીકે ઉભર્યું છે. રશિયા વિરુદ્ધ અમેરિકાના પ્રવર્તમાન નિયમો હેઠળ કોઈ દેશ રશિયા સાથે સંરક્ષણ અને ગુપ્તચર વિભાગના ક્ષેત્રોમાં કોઈપણ પ્રકારની આપ-લે અથવા સોદો કરે છે. તો તેને અમેરિકાના પ્રતિબંધોનો સામનો કરવો પડશે. જો કે અમેરિકાના સંરક્ષણ પ્રધાન જેમ્સ મેટિસની કોશિશો બાદ અમેરિકાની સંસદે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વિદેશ પ્રધાન માઈક પોમ્પિયોને રશિયા સાથેનો સોદો કરનાર સહયોગી દેશને પ્રતિબંધોમાંથી છૂટ આપવાનો અધિકાર આપ્યો છે.

પેન્ટાગનમાં એશિયા અને પેસિફિક સુરક્ષા મામલાના સહાયક પ્રધાન રેન્ડલ સીવરે કહ્યુ છે કે છૂટ આપનારાઓએ એક એવો માહોલ બનાવ્યો છે કે જેનાથી લાગે છે કે ભારતને આના સંદર્ભે છૂટ પ્રાપ્ત થશે જ. પછી તે ચાહે ગમે તે કરતું રહે. સીવરે કહ્યુ છે કે તેઓ કહેવા માંગે છે કે આ થોડી ભ્રમિત કરનારી વાત છે. તેમણે કહ્યુ છે કે તેમને હજી પણ ચિંતા છે કે ભારત-રશિયા સાથે મોટા સોદા કરી શકે છે. અહીં બેસીને તેઓ એમ કહી શકે નહીં કે ભારતને છૂટ મળશે અને તેના માટે પ્રતિબંધોને ઢીલા કરવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે સીવરનું નિવેદન એવા સમયે આવ્યું છે કે જ્યારે આગામી એક સપ્તાહ બાદ નવી દિલ્હીમાં ભારત અને અમેરિકાના સંરક્ષણ અને વિદેશ પ્રધાનો ટુ પ્લસ ટુ ડાયલોગ સંદર્ભે આવી રહ્યા છે. વાટાઘાટો માટે અમેરિકાના વિદેશ પ્રધાન માઈક પોમ્પિયો અને સંરક્ષણ પ્રધાન જેમ્સ મેટિસ નવી દિલ્હી આવી રહ્યા છે.

Related posts

ગુજરાતમાં પહેલી વાર રાજ્યકક્ષાની અંડર-૧૧ એથ્લેટિક્સ મીટનું આયોજન, ઓલિમ્પિક માટે તૈયાર થશે ભાવિ રમતવીરો

GSTV Web Desk

યુપી જ નહીં ગુજરાતમાં યોજાનારી ચૂંટણી પણ ભાજપ હારશે : ઉત્તર પ્રદેશના છાંટા ગુજરાતને ઉડ્યા

GSTV Web Desk

ધંધુકા મર્ડર કેસમાં મોટો ખુલાસો: આરોપી મૌલાના ઇસ્લામિક કટ્ટરવાદી સંગઠન સાથે સંકળાયેલા હોવાનું આવ્યું સામે, કટ્ટરવાદી સ્પીચ આપી યુવકોને ભડકાવતો

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!