GSTV
Home » News » અનંતનાગ હુમલાને લઈ ગૃહ મંત્રાલયમાં યોજાઈ બેઠક, કોંગ્રેસે સરકારને કરી આ વિનંતી…

અનંતનાગ હુમલાને લઈ ગૃહ મંત્રાલયમાં યોજાઈ બેઠક, કોંગ્રેસે સરકારને કરી આ વિનંતી…

કાશ્મીરના અનંતનાગમાં જવાનો પર થયેલા આતંકી હુમલા અંગે ગૃહમંત્રાલયમાં એક બેઠક ચાલી રહી છે. સીઆરપીએફના ડીજી આરઆર ભટનાગર ગૃહમંત્રાલય પહોંચ્યા હતા. અહીં તેઓ આ હુમલા અંગે ગૃહ સચિવ રાજીવ ગુપ્તા સાથે વાત કરશે. ત્યારે કોંગ્રેસે મોદી સરકાર અને ગુપ્તચર એજન્સીઓને ભવિષ્યમાં આતંકવાદી હુમલા અટકાવવા માટે યોગ્ય પગલાં લે તેવી વિનંતી કરી છે.

ઉલ્લેખનીય છે કે દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં બાઇક પર સવાર બે આતંકવાદીઓના હુમલામાં પાંચ સીઆરપીએફ જવાનો શહીદ થયા હતા. જ્યારે ત્રણ જવાનો ઘાયલ થયા છે. આતંકવાદીઓએ સીઆરપીએફની પેટ્રોલિંગ પાર્ટી પર પ્રથમ અંધાધુન ફાયરિંગ કરી અને પછી ગ્રેનેડ વડે હુમલો કર્યો હતો.

આ ઘટનાની જવાબદારી આતંકવાદી સંગઠન અલ-ઉમર મુજાહિદ્દીન દ્વારા લેવામાં આવી છે. જો કે, એવું કહેવાય છે કે આ હુમલામાં જૈશ-એ-મોહમ્મદનો હાથ છે.

કૉંગ્રેસના પ્રવક્તા રણદીપ સિંહ સુરજેવાલાએ ટ્વિટર પર ટ્વીટ કરી છે, “અનંતનાગમાં થયેલા એક આતંકવાદી હુમલામાં પાંચ બહાદુર સીઆરપીએફ જવાનો શહીદ થયા અને ચાર ઘાયલ થયા છે તે સાંભળીને હું ચિંતિત છુ.” અમારા સૈનિકોની બહાદુરીને મારા સલામ. સરકાર અને ગુપ્તચર એજન્સીઓ યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ જેથી ભવિષ્યમાં આવા હુમલાઓને અંકુશમાં લેવાય. “

READ ALSO

Related posts

સુરતના સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે યોગ દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી

Nilesh Jethva

રામ મંદિર નિર્માણ સંબંધિત કોઇ વટહુકમ સરકાર લાવશે તો વિરોધી કરીશું

Riyaz Parmar

અમદાવાદના આ સ્ટેડીયમમાં ઉજવાશે રાજયકક્ષાનો યોગ દિવસ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!