કોંગ્રેસે શિવરાજસિંહ ચૌહાણની લક્ઝુરિયસ બસને લઇ આપ્યું મોટું નિવેદન

મધ્યપ્રદેશમાં જેમ જેમ વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ સત્તા પક્ષ ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ વચ્ચે જુબાની જંગ ઉગ્ર બની રહી છે. કોંગ્રેસના નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ સીએમ શિવરાજસિંહ ચૌહાણની જન આર્શિવાદ યાત્રા પર નિશાન તાક્યું છે. સિંધિયાએ દમોહમાં એક જનસભાને સંબોધતા જણાવ્યું હતુ કે શિવરાજ સિંહ ચૂંટણી દરમિયાન સાયકલ લઇને આવતા હતા. આજે તેઓ કરોડો રૂપિયા ખર્ચ કરીને બનાવાયેલી લકઝુરિયસ બસનો આનંદ માણી રહ્યા છે. આ બસમાં આધુનિક તમામ સુખ સુવિધા છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter