GSTV
World

Cases
4778209
Active
6299253
Recoverd
537971
Death
INDIA

Cases
259557
Active
439948
Recoverd
20160
Death

ભાજપ જેવી જ કોંગ્રેસની હાઈટેક ઓફિસ તૈયાર, રૂપિયા 200 કરોડનો થયો છે ખર્ચ

કોંગ્રેસ પાર્ટી ટૂંક સમયમાં પોતાની નવી ઓફિસમાં શિફ્ટ થઇ શકે છે.  ભાજપની ઓફિસથી થોડેક દૂર આ ઓફિસ બની રહી છે. સૂત્રોનાં જણાવ્યાં અનુસાર આ ઓફિસ બનાવવા પાછળ આશરે રૂ.200 કરોડનો ખર્ચ થયો છે. કોંગ્રેસ ભવનનું બહારનું કામ પૂર્ણ થઇ ગયું છે હવે ફિનિશિંગ ચાલી રહ્યું છે. જો કે બિલ્ડીંગ સંપૂર્ણ કાર્યરત થતાં હજુ 8થી 12 માસ લાગી શકે છે.

કોંગ્રેસ પોતાના સ્થાપના દિવસે જ કરશે ઉદ્ધાટન

કોંગ્રેસ આવતા વર્ષે 28 ડિસેમ્બરે પોતાનાં સ્થાપના દિન પર નવી ઓફિસનું  ઉદઘાટન કરવાની તૈયારીમાં છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસે બિલ્ડીંગ એજન્સી લાર્સન & ટુબ્રોને કુલ છ માળમાંથી ઓછામાં ઓછા બે માળ અગાઉથી તૈયાર કરવા કહ્યું છે, જેથી 24, અકબર રોડની જૂની ઓફિસથી કેટલાક વિભાગો અહીં શિફ્ટ થઇ શકે. પાછળથી તમામ વિભાગો અહીં શિફ્ટ કરવામાં આવશે.

કુલ સાત માળની બિલ્ડિંગ અને બે માળ અંડરગ્રાઊન્ડ

કોંગ્રેસની ઓફિસ દિનદયાળ રોડ પર આવેલી છે પરંતુ જનસંઘના નેતાનું નામ પાર્ટીના સરનામાં સાથે જોડાય નહીં તે માટે મુખ્ય દરવાજો કોટલા રોડ પર રાખવામાં આવ્યો છે.  કોંગ્રેસ ભવનનું નિર્માણ કરી રહેલ એક કર્મચારીએ જણાવ્યું હતું કે બિલ્ડીંગ કુલ સાત માળની છે. બે માળ અંડરગ્રાઉન્ડ અને છ માળ ઉપર છે. આ ઓફિસ સંપૂર્ણ રીતે હાઇટેક હશે.બિલ્ડીંગનું નિર્માણ એલ & ટી કરી રહી છે.

READ ALSO

Related posts

અમદાવાદના આ વ્યક્તિએ પોતાને નાસ્તિક જાહેર કરવા કરી હાઈકોર્ટમાં અરજી

Mansi Patel

અંબાજી નજીક અકસ્માતમા 3 લોકોના મોત, થરાદ- સાચોર હાઇવે પર અકસ્માતમાં ભાઇ બહેનના કરુણમોત

Nilesh Jethva

આત્મનિર્ભર સહાય યોજના લોન આપવામાં આખા ગુજરાતમાં બેંક છે મોખરે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!