GSTV
Ahmedabad ગુજરાત ટોપ સ્ટોરી

ઘર ફૂટે ઘર જાય/ કોંગ્રેસના કદાવર નેતાના પ્રેમિકાને ટીકિટ અપાવવા ધમપછાડા, 7 નેતાઓ બન્યા માથાનો દુખાવો

અમદાવાદ મહાનગરપાલિકામાં ઉમેદવારોની પસંદગીને લઇને પ્રદેશ નેતાગીરી મૂંઝવણમાં મૂકાઇ છે કેમકે, શહેરના ચારેય ધારાસભ્યો પોતાના માણસોને ટિકિટ અપાવવા મેદાને પડયાં છે જેના લીધે જૂથબંધી ચમરસિમાએ પહોંચી છે. આ પરિસ્થિતિનું નિર્માણ થતાં યુવા ચહેર અને પક્ષના પાયાના કાર્યકરોને ટિકિટ આપવાની વાતો માત્રને માત્ર પોકળ સાબિત થઇ રહી છે જેથી કોંગ્રેસી કાર્યકરોમાં રોષ ભભૂક્યો છે.

કોંગ્રેસ

જૂથબંધી ચમરસિમાએ પહોંચી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી લડવા માટે 1450 દાવેદારોએ દાવેદારી નોંધાવી છે. શહેરના 48 વોર્ડમાં ઉમેદવાર પસંદ કરવા પ્રદેશ નેતાઓ માટે ય માથાનો દુખાવો બન્યો છે. આ સંજોગોમાં અમદાવાદ શહેરના ચારેય ધારાસભ્યો પોતાના માનિતાઓને ટિકિટ અપાવવા જીદે ચઢયાં છે. નીરીક્ષકોએ પેનલ તૈયાર કરી પ્રદેશ નેતાગીરીને સુપરત કરી છે પણ ધારાસભ્યો-નેતાઓએ આ બધું યે કોરાણે મૂકીને મળતિયાઓને ચૂંટણી લડાવવા કમર કસી છે.

મળતિયાઓને ચૂંટણી લડાવવા કમર કસી છે

ધારાસભ્ય શૈલેષ પરમારે દાણિલિમડા, બહેરામપુરા વોર્ડમાં પોતાની મનપસંદ ઉમેદવાર ઉતારવા જીદ કરી છે. આ તરફ, ધારાસભ્ય હિંમતસિંહ પટેલે રખિયાલ, સરસપુર વોર્ડમાં પોતાની પેનલ ઉતારવા મકકમ છે. ગ્યાસુદ્દીન શેખે દરિયાપુર, શાહપુર વોર્ડમાં નજીકના માણસો માટે ટિકિટની માંગણી કરી છે.

જમાલપુર, ખાડિયામાં ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ ઉમેદવારો નક્કી કર્યાં છે તેને જ ટિકિટ આપવા હઠ કરી છે. શહેર પ્રમુખ શશિકાન્ત પટેલે પણ પોતાની ઇચ્છા મુજબ ઉમેદવારોને ટિકિટ અપાવવા રાજકીય જોર કર્યુ છે. મ્યુનિ. વિપક્ષના નેતા દિનેશ શર્માએ પણ સમર્થકોને ટિકિટ મળે તે માટે રાજકીય વગ વાપરી છે.

નવોદિત યુવતીને ટિકિટ અપાશે તો બળવો થવાની અત્યારથી ચિમકી ઉચ્ચારાઇ

એક પ્રદેશના સિનિયર નેતાએ તો પ્રિયતામાને ટિકિટ અપાવવા ધમપછાડા કર્યાં છે કેમકે, આ વિસ્તારમાં જૂના જોગીએ પુન ટિકિટ મેળવવા જીદ કરીને બેઠાં છે ત્યારે આ નવોદિત યુવતીને ટિકિટ અપાશે તો બળવો થવાની અત્યારથી ચિમકી ઉચ્ચારાઇ છે. આ જોતાં સિનિયર નેતાએ પોતાના નિવાસસ્થાને કોંગ્રેસી કાર્યકરોને સમજાવી પ્રિયતમાને જ ટિકિટ મળે તેવા પ્રયાસો હાથ ધર્યાં છે. ધારાસભ્ય લાખા ભરવાડે લાંભા વોર્ડ માટે પુત્રની ટિકિટ માટે એડીચોટીનું જોર લગાવ્યુ છે. આમ, કોંગ્રેસમાં અંદરોઅંદરની ખેંચતાણને લીધે સ્વચ્છ પ્રતિભા ધરાવતાં, પ્રજાના કામો કરતાં, પક્ષના પાયાના વફાદાર કાર્યકરો ફરી એકવાર ટિકિટથી વંચિત રહી જશે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. વિવાદ વકરશે તો સિટીંગ કોર્પોરેટરોને રિપીટ કરવા નિર્ણય લેવાશે

પરિસ્થિતિ જ છેલ્લે સુધી રહેશે

કોંગ્રેસમાં ફોર્મ ભરવાનો અંતિમ દિવસ નજીક આવતો જતો હોવા છતાં પણ જે પ્રમાણે વિવાદ શમવાનું નામ નથી લેતો. આ પરિસ્થિતિ જ છેલ્લે સુધી રહેશે તો તમામ સિટીંગ કોર્પોરેટરોને રીપીટ કરવાનો નિર્ણય લેવાશે. બીજી તરફ જમાલપુરને બાદ કરતા દરિયાપુર, શાહપુર, ગોમતીપુર, અને બહેરામપુરા વોર્ડના કોંગ્રેસના સિનીયર કોર્પોરેટરોને આ વખતે ટિકિટ આપવાથી દુર રાખવાની ગંભીર વિચારણા કોંગ્રેસ નેતાગીરી કરી રહી છે.

READ ALSO

Related posts

રાજ્ય સરકારની ઉંઘ ઉડી! વિશિષ્ટ શિક્ષકો હક્ક મેળવવા માટે અહિંસક આંદોલનના માર્ગે, ગાંધીનગરમાં બેઠકમાંલેવાયો નિર્ણય

pratikshah

કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવો ઘાટ, રાજસ્થાનમાં કોંગ્રેસ પાર્ટી વિખેરાવાના એરણે

Hemal Vegda

હિન્દુઓ-મુસ્લિમો વચ્ચે એક્તા માટે વધારવો પડશે સંવાદ, વસતી નિયંત્રણ અંગે બોલ્યા મોહન ભાગવત

Damini Patel
GSTV