મોંઘવારી, ગરીબી અને બીજા મુદ્દાઓને આગળ ધરીને કોંગ્રેસે મોદી સરકારની ઝાટકણી કાઢી છે. આજે મીડિયા સાથેની વાતચીતમાં કોંગ્રેસના પ્રવક્તા પવન ખેરાએ કહ્યું હતું કે, મોદી સરકારે જનતાને બેહાલ કરી નાંખી છે. સરકારે મોંઘવારી એટલી વધારી દીધી છે કે, રસોડામાં ટામેટા અને ડુંગળી પર તો જાણે કલમ 144 થઈ ગઈ છે. રસોડામાં ચારથી વધારે ડુંગળી કે ટામેટાં રાખી ના શકાય તેવી હાલત છે.

તેમણે કહ્યું હતું કે, સરકાર વિના મુલ્યે અપાઈ રહેલું રેશન બંધ કરી રહી છે. રેડીમેડ કપડાં અને જૂતાં પર જીએસટી પાંચ ટકાથી વધારીને 12 ટકા કરાયો છે. મોદી સરકારને તેની ભૂલ એક વર્ષ બાદ સમજાતી હોય છે. સરકારનો સાત વર્ષનો કાર્યકાળ ભૂલોથી ભરેલો છે. તેમની ભૂલોનું પરિણામ ગરીબ અને મધ્યમ વર્ગ ભોગવી રહ્યો છે. જે લોકોને યુપીએ સરકારે ગરીબી હેઠળથી બહાર કાઢ્યા હતા તે ફરી ગરીબી રેખા નીચે ધકેલાયા છે અને બીજા લોકોનો પણ તેમાં ઉમેરો થયો છે.
પવન ખેરાએ કહ્યું હતું કે, મોંઘવારી પછી પણ સરકાર નિશ્ચિત છે. કારણકે સરકારને ખબર છે કે, લોકોને એક બીજા પર ભડકાવીને ધ્યાન બીજે દોરી શકાશે. કોંગ્રેસ મોદીની ભૂલોનું લિસ્ટ બનાવશે. જેથી તેઓ સાત વર્ષમાં થયેલી ભૂલો પર માફી માંગી શકે. સરકારની વિદેશ નીતિ પણ નિષ્ફળ રહી છે. ચીન આપણી સરહદમાં ઘુસીને ગામડા ઉભા કરી રહ્યું છે. પહેલા જે દેશો આપણા મિત્ર હતા તે હવે આપણા દોસ્ત રહ્યા નથી. આ દેશોમાં ચીન પોતાનું પ્રભુત્વ વધારી રહ્યું છે.
તેમણે કેજરીવાલ પર પણ નિશાન સાધતા કહ્યું હતુ કે, કેજરીવાલની ભાષા દિલ્હીવાસીઓને હવે પસંદ આવી રહી નથી અને પંજાબના લોકોને તો બિલકુલ નહીં ગમે. ધારાસભ્યોને કેજરીવાલ કચરો કહી રહ્યા છે તો તેમની પાર્ટીના નેતાઓ આ ભાષા કેવી રીતે સહન કરતા હશે? પંજાબમાં મહિલાઓને 1000 રુપિયા આપવાનું કહેનારા કેજરીવાલે દિલ્હીમાં શું કર્યુ તેનો જવાબ આપે. દિલ્હીમાં કોલેજોમાં શિક્ષકોને પગાર પણ મળી રહ્યો નથી.
ALSO READ
- અમદાવાદ અને ગેટવિક વચ્ચે સીધી ફ્લાઇટ શરૂ, કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કર્યું ઉદ્ઘાટન
- રાજકારણ / શરદ પવારની સલાહ પછી સાંસદ રાઉત રાહુલને સમજાવશે, સાવરકરના મુદ્દે રાહુલ ગાંધી સાથે કરશે ચર્ચા
- IPL 2023 / રોહિત શર્માની જગ્યાએ અમુક મેચોમાં સૂર્યકુમાર યાદવ સંભાળશે ટીમની કમાન, આ છે મોટું કારણ
- નોઈડામાં આંતરરાષ્ટ્રીય સ્તરનું ક્રિકેટ સ્ટેડિયમ બનાવવા મંજૂરી અપાઈ, 40000 દર્શકો માટે હશે બેઠક વ્યવસ્થા
- ભાવનગર / લોન આપવાના નામે અમેરિકાના નાગરિકો સાથે છેતરપિંડી કરનારા ત્રણ શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા