GSTV

કોંગ્રેસના ‘સુપર 30’/ સત્તાધારી પક્ષની જેમ વિપક્ષે પણ સ્ટાર્ પ્રચારકોની તૈયાર કરી યાદી, આ રાજનેતા પર છે ગુજરાત જીતવાની જવાબદારી

ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે બન્ને પક્ષો પોતાના જીતનો દાવો કરી રહ્યા છે. નોંધનીય છે કે આ ચૂંટણી અંતર્ગત સત્તાધારી પક્ષ અને વિપક્ષે ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. નોંધનીય છે કે ઉમેદવારો મતદારોને રિઝવવા માટેની તૈયારીમાં લાગી ગયા છે. ત્યારે બીજી તરફ વિપક્ષે ચૂંટણી પ્રચાર માટે 30 જેટલા સ્ટાર પ્રચારકોની યાદી પર મહોર મારી દીધી છે. આ ચૂંટણી જીતવા કોંગ્રેસ પક્ષે એડી ચોટીનું જોર લગાવ્યું છે. આ યાદીમાં કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષના નેતા પરેશ ધાનાણી, પ્રભારી રાજીવ સાતવ, કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલ, અર્જુન મોઢવાડીયા, હાર્દીક પટેલ સહિતના ધારસભ્યો ્ને નેતાઓની સ્ટાર પ્રચારક તરીકે પસંદગી કરવામાં આવી છે.

વિપક્ષે ચૂંટણી પ્રચાર માટે 30 જેટલા સ્ટાર પ્રચારકોની યાદી પર મહોર મારી

સત્તાધારી પક્ષની જેમ વિપક્ષે પણ સ્ટાર્ પ્રચારકોની તૈયાર કરી યાદી

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ પક્ષ તાલુકા બેઠક દિઠ પ્રચાર- પ્રસાર કરી શકે તે માટેનું તમામ આયોજન કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે આગમી 22 તારીખ બાદ તમામ દિગ્ગજ નેતાઓ પ્રચારના શ્રી ગણેશ કરશે. આ તમામ નેતાઓ ઉમેદવારના સમર્થનમાં જાહેર સભા, રેલીઓ અને બેઠકો યોજશે. કોંગ્રેસ પક્ષના યુવા પાંખ NSUI , યુથ કોંગ્રેસ, સેવાદળ અને મહિલા કોંગ્રેસ પણ આ ચૂંટણીમાં ધરખમ પ્રચાર કરશે. આ તમામ દળો ગામડે ગામડે જઈને ડોર ટુડોર પ્રચાર કરાશે.

પ્રચારકોની યાદીમાં જયરાજસિંહ પરમાર અને મનિષ દોશી જેવા પ્રવક્તા અને ફ્રન્ટલાઈન નેતાઓને સાઈડ

અહેમદ પટેલ, રાજીવ સાતવ, અમિત ચાવડા, પરેશ ધાનાણી, દિપક બાબરિયા, મધૂસૂદન મિસ્ત્રી, અર્જુન મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ, શક્તિસિંહ ગોહિલ, હાર્દિક પટેલ, નરેશ રાવલ, ડૉ.તુષાર ચૌધરી, લાલજી ભાઈ દેસાઈ, અમીબેન યાજ્ઞિક, નારણ રાઠવા, જીતેન્દ્ર બઘેલ, બિશ્વરંજન મોહંતી, સાગર રાયકા, કાદીર પીરઝાદા, જગદીશ ઠાકોર, રાજુ પરમાર, સી.જે. ચાવડા, શૈલેષ પરમાર, ડૉ.જીતુ પટેલ, ગૌરવ પંડ્યા, કિશન પટેલ, વિરજી ઠુમ્મર, ગ્યાસુદ્દીન શેખ, અશોક પંજાબી.

જ્યારે આ પ્રચારકોની યાદીમાં જયરાજસિંહ પરમાર અને મનિષ દોશી જેવા પ્રવક્તા અને ફ્રન્ટલાઈન નેતાઓને સાઈડ કરાયા છે. તેમની બાદબાકી કરી છે. જ્યારે આ ચૂંટણી અંતર્ગત વિપક્ષ સત્તાધારી પક્ષને ઘેરવાની સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. આવનારી પેટાચૂંટણીએ બન્ને પક્ષો વચ્ચે રસાકસીનો જંગ રહેશે, ત્યારે મતદારોનો પણ મિજાજ જોવાનો રહ્યો.

READ ALSO

Related posts

ગુજરાતનાં પૂર્વ CMનું નિધન થતાં ભાજપે પેટાચૂંટણી સંબંધિત આજે તમામ જાહેરસભા અને પ્રચાર કાર્યો રાખ્યા બંધ

Mansi Patel

દારૂને રાજસ્થાનથી નડિયાદ પહોંચાડવાનો ભાવ રૂપિયા 50 હજાર, પોલીસની સિન્ડીકેટ જાણવા કોન્સ્ટેબલની ધરપકડ કરો

pratik shah

એક એવો નેતા જેને અનેક લોક સેવા કાર્યોથી ભાજપાને અપ્રતિમ લોક ચાહના અપાવી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!