GSTV

દિલ્હીમાં શૂન્ય પર આઉટ થયેલી કોંગ્રેસની કાયાપલટ, ગુજરાતના આ દિગ્ગજ નેતાના હવાલે દિલ્હી

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આ વખતે પણ કોંગ્રેસને એકેય સીટ મળી નથી. ગત ચૂંટણીમાં પણ એવું જ થયું હતું. આ કારમી હાર મળ્યા બાદ દિલ્હી કોંગ્રેસની કાયાપલટ થઈ રહી છે. જ્યાં દિલ્હી પ્રદેશ અધ્યક્ષ સુભાષ ચોપડા અને પ્રભારી પીસી ચાકોના રાજીનામા મંજૂર કર્યા છે. કોંગ્રેસ પાર્ટીએ દિલ્હીની કમાન હવે ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલને વચગાળાના પ્રભારી બનાવ્યા છે.

આ બંને મહાનુભાવોના રાજીનામા બાદ કોંગ્રેસના સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું હતું કે, પાર્ટી ચાકો અને ચોપડાના યોગદાનની સરાહના કરે છે. આ સાથે પાર્ટીમાં પણ નવા નવા નિવેદનનો મારો ચાલુ થઈ ગયો છે.

વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી સતત બીજી વાર પોતાનું ખાતુ ખોલાવી શકી નથી. પાર્ટી માટે સૌથી શરમજનક બાબત એ છે કે, 66 સીટ પર ચૂંટણી લડેલી પાર્ટીને 63 સીટ પર ડીપોઝીટ પણ હાથમાં આવી નથી. આમ છતાં પણ કોંગ્રેસ પાર્ટીએ આપ પાર્ટીને જીતના અભિનંદન આપ્યા છે. આ ચૂંટણીમાં આપ પાર્ટી 62 સીટ અને ભાજપ 8 સીટ પર જીત્યા છે.

READ ALSO

Related posts

IPL 2020 : સનરાઇઝર્સ હૈદરાબાદે દિલ્હી કેપિટલ્સને 15 રને હરાવ્યું, રાશિદ ખાનની 3 વિકેટ

Nilesh Jethva

ગિલગિત-બાલ્ટિસ્તાનમાં પાકિસ્તાન કરાવી રહ્યું છે ચૂંટણી, ભારતે કર્યો વિરોધ

Mansi Patel

પેટા ચૂંટણીને લઈને કોંગ્રેસ આવી એક્શનમાં, આ સંભવિત ઉમેદવારો પર લગાવી શકે છે દાવ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!