GSTV
Gujarat Government Advertisement

સરકાર સામે આક્રોશ: પેટ્રોલ-ડીઝલના વધતા ભાવો સામે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, પોલીસે કાર્યકર્તાઓની કરી અટકાયત

Last Updated on June 11, 2021 by Pravin Makwana

પેટ્રોલ-ડીઝલના વધતા ભાવના કારણે મોંઘવારીએ માઝા મૂકી છે. ત્યારે ગાંધીનગરમાં કોંગ્રેસ દ્વારા પેટ્રોલ-ડીઝલના વધતા ભાવના વિરોધમાં દેખાવો કરવામાં આવ્યા હતાં. કોંગ્રેસ નેતા અને કાર્યકરોએ ગાંધીનગરમાં આવેલી સત્યાગ્રહ છાવણી પર ધરણાં કરી ભાવ વધારોનો વિરોધ કર્યો હતો. જોકે, વિરોધ દરમ્યાન કોંગ્રેસના નેતાઓ સોશિયલ ડિસ્ટંસ ભૂલ્યા હતા.

રાજકોટમાં કોંગ્રેસે યોજેલા વિરોધ પ્રદર્શનમાં પક્ષમાં ચાલી રહેલો આંતરિક વિવાદ ફરી સપાટી પર આવ્યો. કોંગ્રેસના વિરોધ પ્રદર્શનમાં પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂ તેમજ પૂર્વ વિપક્ષના નેતા વશરામ સાગઠીયા હાજર ન રહ્યા. તાજેતરમાં વિપક્ષના નેતાની વરણીને લઇને ઇન્દ્રનીલ રાજ્યગુરૂ અને વિપક્ષના નેતાના પતિની ઓડિયો ક્લીપ વાયરલ થઇ હતી. કોંગ્રેસના વિખવાદ અંગે અગ્રણી હેમાંગ વસાવડાએ જણાવ્યું કે આ મામલે હાઇકમાન્ડને રજૂઆત કરવામાં આવશે. વિપક્ષના નેતાની વરણી હાઇકમાન્ડે કરી છે. હેમાંગ વસાવડાએ સ્વીકાર્યું કે દરેક પક્ષમાં જૂથવાદ છે એમ કોંગ્રેસમાં પણ જૂથવાદ છે. જૂથવાદને કારણે આજના કાર્યક્રમમાં અમુક નેતાઓ હાજર નથી રહ્યા.

રાજકોટમાં પેટ્રોલ-ડીઝલના ભાવ મુદ્દે કોંગ્રેસે ત્રિકોણ બાગ ખાતે વિરોધ પ્રદર્શન યોજ્યું હતું. જો કે કોંગી નેતાઓ અને કાર્યકર્તાઓ વિરોધ કરે તે પહેલા જ પોલીસે તેમની અટકાયત કરી હતી. પોલીસે 30 જેટલા કાર્યકરો અને હોદ્દેદારોને અટકમાં લીધા હતાં.

સિદ્ધપુર ચાર રસ્તા પાસે કોંગ્રેસની ઑફિસ સામે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યા. જો કે, કોંગ્રેસના ધરણામાં સોશિયલ ડિસ્ટન્સના નિયમોના ધજાગરા ઉડયા હતા. રેલી-સભા પર કલેકટરનો પ્રતિબંધ છતાં કોંગ્રેસ દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવવધારા મુદ્દે ધરણા યોજ્યા હતાં.

વડોદરા

વડોદરામાં પણ કોંગ્રેસે ઇંધણના ભાવવધારા મુદ્દે વિરોધ પ્રદર્શન યોજ્યું હતું. ભરતસિંહ સોલંકીની આગેવાની હેઠળ કોંગ્રેસના કાર્યકર્તાઓએ હાથમાં બેનર અને સુત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શિત કર્યો. પોલીસે ભરતસિંહ સોલંકી તેમજ કોંગી આગેવાનોની અટકાયત કરી હતી. ભરતસિંહ સોલંકીએ પેટ્રોલ-ડીઝલમાં વધતા ભાવ મુદ્દે ભાજપ સરકારને આડેહાથ લીધી હતી.

જૂનાગઢ

તો આ તરફ જૂનાગઢમાં પણ પેટ્રોલ ડીઝલના ભાવ વધારા સામે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતુ. કોંગ્રેસ કાર્યકરોએ પેટ્રોલ પંપ ઉપર જઈને સૂત્રોચ્ચાર કર્યો હતો અને ભાવ વધારો પાછો ખેંચવા માંગણી કરી હતી. પોલીસે કોંગ્રેસ પ્રમુખ સહિતના કાર્યકરોની અટકાયત કરી હતી.

મહેસાણા

મહેસાણામાં પણ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન જોવા મળ્યું હતું. પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યું હતુ. બહુચરાજી ધારાસભ્ય અને હોદ્દેદારોનો વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસે સુત્રોચ્ચાર કરીને બેનરો સાથે વિરોધ કર્યો હતો.

સુરત

સુરતમાં અઠવા લાઇન્સ ચોપાટી ખાતે પેટ્રોલના ભાવ વધારા મુદ્દે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતુ. જો કે પોલીસે વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકોરોની પણ અટકાયત કરી હતી. ઉમરા પોલીસે ઘટના સ્થળે પહોંચી કોંગ્રેસનું સાહિત્ય પણ જપ્ત કર્યુ હતુ. વિરોધ પ્રદર્શન વચ્ચે કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું.

ભાવનગર

પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા મુદ્દે ભાવનગર શહેર કોંગ્રેસ અને જિલ્લા કોંગ્રેસે કલેકટર કચેરી સામે ધરણા પ્રદર્શન કર્યુ હતું. કોંગ્રેસના આગેવાનો ધરણા પર બેસે તે પહેલાં જ પોલીસે તમામની અટકાયત કરી હતી. શહેર પ્રમુખ પ્રકાશ વાઘાણી, જિલ્લા પ્રમુખ પ્રવિણ રાઠોડ તેમજ તળાજાના ધારાસભ્ય કનુભાઇ બારૈયા સહિતના કાર્યકરોને પોલીસે અટકાયત કરી હતી.

તો વધતા જતા પેટ્રોલ-ડીઝલના ભાવ સામે વિરોધ નોંધાવતા કાર્યક્રમને પોલીસે નિષ્ફળ બનાવ્યો હતો. ધરણાં યોજે તે પહેલાં જ ત્રણ ધારાસભ્ય, સહીત કોંગ્રેસના 40 કાર્યકરોની અટકાયત કરવામાં આવી. પોલીસે ધરાર વિરોધ કરવા ન દીધો.

હિમ્મતનગર

પેટ્રોલ -ડીઝલના ભડકે બળતા ભાવ મુદ્દે હિંમતનગરના ટાવર ચોકમાં કોગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું. ટાવર રોડ પર કોગ્રેસી કાર્યકરો સૂઈ જઈ વિરોધ કરતા 20 જેટલા કોગ્રેસી કાર્યકરોની અટકાયત કરી.

મોરબી

મોરબી શહેરમાં શનાળા રોડ પર પેટ્રોલપંપ પર લલિત કગથરાની આગેવાનીમાં ભાવવધારા મુદ્દે વિરોધ પ્રદર્શન યોજાયું. પોલીસ દ્વારા કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરવામાં આવી.

દાહોદ

તો દાહોદમાં પેટ્રોલ-ડીઝલમાં થતો ભાવવધારાનો અનોખો વિરોધ કરાયો. બળદગાડાઓ પર સવાર થઈ રેલી સ્વરૂપે ધારાસભ્યો તેમજ કાર્યકર્તાઓ નગર પાલિકા ચોક ખાતે પહોંચ્યા જેમાં કોરોના ભૂલાયો. તમામ કાર્યક્રમ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડયા.

વ્યારા

વ્યારા નગરમાં માજી પ્રધાન તુષાર ચૌધરીની હાજરીમાં પેટ્રોલ ડીઝલના ભાવવધારાનો વિરોધ. મંજૂરી ન હોવાથી વ્યારા પોલીસે માજી પ્રધાન સહિત અન્ય કાર્યકર્તાને ડિટેન કર્યા.

અમરેલી

અમરેલી શહેરમાં કોંગ્રેસના કાર્યકરોએ કાર્યકરોએ અનોખી રીતે વિરોધ કર્યો પેટ્રોલ પુરાવવા માટે આવતા લોકોને બેનરો દર્શાવી લોલીપોપ વિતરણ કરાયું હતું. બેનરો વડે સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર

Dhruv Brahmbhatt

ચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર

Dhruv Brahmbhatt

કોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!