GSTV
Gujarat Government Advertisement

કોંગ્રેસમાં ડખા: લો બોલો…જેની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન કરવાનું હતું એ નેતા જ ન આવ્યા, કાર્યકર્તા રાહ જોતા રહ્યા

Last Updated on June 11, 2021 by Pravin Makwana

અમદાવાદમાં ઇંધણના ભાવવધારા મુદ્દે યોજેલા વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસનો આંતરિક અસંતોષ ફરી સામે આવ્યો છે. સી.જી. રોડના પેટ્રોલ પંપ ખાતે કોંગ્રેસના નેતા સિદ્ધાર્થ પટેલની આગેવાનીમાં વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ આ પ્રદર્શનમાં ખુદ સિદ્ધાર્થ પટેલ જ હાજર ન રહેતા કાર્યકર્તાઓ અને આગેવાનોમાં કચવાટ જોવા મળ્યો હતો.

કાર્યક્રમમાં ધારાસભ્યો શૈલેષ પરમાર અને હિંમતસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.પરંતુ સિદ્ધાર્થ પટેલ હાજર ન રહેતા તેઓ નારાજ હોવાની ચર્ચા ચાલી રહી છે. અંતે કોંગી ધારાસભ્યો અને કાર્યકરોએ પ્લે કાર્ડ દર્શાવી વિરોધ પ્રદર્શન પૂર્ણ કર્યું હતું. ધારાસભ્ય શૈલેષ પરમારે પેટ્રોલ-ડીઝલના ભાવવધારા મુદ્દે ભાજપ પર પ્રહારો કર્યા હતાં. સાથે જ ભાજપના પ્રભારી ભુપેન્દ્ર યાદવની ગુજરાત મુલાકાત અંગે નિવેદન આપ્યું હતું.

શૈલેષ પરમારે જણાવ્યું કે મુખ્યપ્રધાન અને ભાજપના પ્રમુખ વચ્ચે કકળાટ ચાલે છે. તો કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા લોકો પણ પદ મેળવવા માટે વલખા મારે છે. ત્યારે ભાજપના પ્રભારીની મુલાકાત બાદ ભાજપમાં મોટા ફેરફાર થઇ શકે છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

જો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ

Vishvesh Dave

ખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર

Vishvesh Dave

કોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!