રાજકોટમાં ભાજપ સામે કોંગ્રેસનો સ્ટીંગ બોમ્બ : નરસીના રસીલા સાથેના સંબંધોનો ભાજપે ઉપયોગ કર્યો

રાજકોટની વોર્ડ નંબર 13ની ચૂંટણી કોંગ્રેસ અને ભાજપ બંને માટે બૂંધિયાર સાબિત થઇ છે. કારણકે નરસી પાટોડિયાએ ફોર્મ પાછું ખેંચ્યુ જેનાથી કોંગ્રેસને ઝટકો લાગ્યો. તો હવે કોંગ્રેસે સ્ટીંગ કર્યુ તેમાં ભાજપ સામે ગંભીર આક્ષેપો થયા છે. આ બધાની વચ્ચે નરસી પાટોડિયા પોતે કંઇક અલગ જ સૂર આલાપી રહ્યા છે.

રાજકોટના વોર્ડનં 13ની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર નરસી પાટોડિયાએ કોંગ્રેસમાંથી ભરેલું ફોર્મ પાછું ખેંચીને ભાજપમાં ભળી ગયા. અને વોર્ડ નં13ની ચૂંટણી ઉથલપાથલ ભરી બની ગઇ. આવામાં કોંગ્રેસે એક સ્ટીંગ ઓપરેશન કર્યુ. આ સ્ટીંગ ઓપરેશન હતું નરસી પાટોડિયાનું.

આ સ્ટીંગ ઓપરેશન બાદ કોંગ્રેસે દાવો કર્યો કે નરસી પાટોડિયા પર ભાજપે જૂના પ્રકરણની સીડી બહાર પાડવાની ધમકી આપીને દબાણ બનાવીને ફોર્મ પાછું ખેંચાવ્યુ હતું. આ સ્થિતીમાં નરસી પાટોડિયાએ પણ પ્રેસ સંબોધીને કહ્યુ કે જૂના પ્રકરણની સીડીની વાત ખોટી છે ઉલ્ટાનું કોંગ્રેસ તેના પર દબાણ બનાવે છે.

નોંધનીય છે કે નરસી પાટોડીયાને સ્કૂલની રસીલા નામની મહિલા સાથે છેલ્લા 7 વર્ષથી સંબંધો હોવાની વાતો સામે આવી રહી છે. આથી મહિલા સાથેના સંબંધોને જાહેરમાં લાવી નરસી પાટોડીયાને ખુલ્લો કરવા ભાજપે દબાણ કર્યું હતું. આથી નરસી પાટોડીયા ફોર્મ પરત ખેંચી ભાજપમાં ભળ્યા હતા. ત્યારે હાલ તો નરસી પાટોડિયાને લઇને શરૂ થયેલું આ પ્રકરણ જાણે સીડી વોરમાં બદલાઇ ગયું છે. ત્યારે હાલ તો કોંગ્રેસના સ્ટીંગ બોંબથી રાજકારણ ગરમાઇ ગયું છે. હવે જોવાનું રહેશે કે સીડીનું પ્રકરણ અને સ્ટીંગનો આ ઘટસ્ફોટ આગળ શું શું દેખાડે છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter