GSTV

હાર્દિક સામે જૂનાં કેસ ખોલી તેને જેલ મોકલવામાં આવે પરંતુ જીતુ વાઘાણીનો દીકરો ચોરી કરતાં ઝડપાય તો કોઈ પગલાં નહીં

મધુ શ્રીવાસ્તવ અંગે કોંગ્રેસે પણ પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસે આક્ષેપ કર્યા કે દિલ્હીથી લખાયેલી સ્ક્રિપ્ટ મુજબ કામ જોવા મળી રહ્યું છે. રાજ્યમાં કાયદો વ્યવસ્થા, ઉર્જા, મહેસુલ સહિતના પ્રશ્નો જોવા મળી રહ્યાં છે. આ ઉપરાંત કોંગ્રેસે મધુ શ્રીવાસત્વ દ્વારા અધિકારીઓને માર મારવાની વાતને લઈને પણ નિશાન સાધ્યું અને ધારાસભ્ય જાહેરમાં અધિકારીઓને માર મારવાની વાત કરે છે છતાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી કોઈ પગલાં કેમ ભરતા નથી તેવા સવાલો કર્યા હતા.

સાથે જ ગુજરાતમાં સામાન્ય લોકો માટે કાયદો છે, એનએસયૂ સામે હુમલો કરનારા સામે કોઈ પગલાં નહીં, હાર્દિક સામે જૂનાં કેસ ખોલી તેને જેલ મોકલવામાં આવે છે. પરંતુ જીતુ વાઘાણીનો દીકરો ચોરી કરતાં ઝડપાય તો કોઈ પગલાં નહીં તેવા આક્ષેપો પણ કોંગ્રેસે કર્યા છે. કોંગ્રેસે વધુમાં કહ્યું કે ભાજપના 25 ધારાસભ્યોમાં નારાજગી જોવા મળી રહી હોવાના દાવાઓ પણ કર્યા છે.

READ ALSO

Related posts

લોકડાઉન વચ્ચે માસૂમ 4 વર્ષની બાળકી પર બળાત્કાર અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

Pravin Makwana

સુરતમાં કોરોના કરતાં તો વધારે આ રોગના દરદીઓ મોતને ભેટ્યા, આંકડો છે 51

Mayur

માસ્ક પહેર્યા વિના નીકળ્યા તો નહીં મળે શાકભાજી કે દૂધ, ગુજરાતના આ શહેરમાં લાગુ થયો નિયમ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!