GSTV
ANDAR NI VAT

હરિયાણામાં કોંગ્રેસે કાશ્મીરી પંડિતો માટે પેન્શન શરૂ કરેલું, ભાજપ સરકારે બંધ કરી દીધુ

‘ધ કશ્મીર ફાઈલ્સ’ ફિલ્મ બતાવીને ભાજપ સરકાર કાશ્મીરી પંડિતોની હિતૈશી હોવાનો અભિનય કરી રહી છે, હકીકત સાવ જૂદી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના આઠ વર્ષના કાર્યકાળમાં એક પણ કાશ્મીરી પંડિતનું પુર્નવસન કર્યું નથી. તેની સામે મનમોહન સરકારે કાશ્મીરી પંડિત યુવાનોને નોકરી પણ અપાવી અને જમ્મુમાં તેમના માટે પાકા મકાન પણ બનાવ્યા.

કાશ્મીરી

આ જ બાબતમાં કૉન્ગ્રેસના નેતા દિપેન્દ્ર હુડ્ડાએ એક નવી વાત કરી હતી. તેમણે રાજ્યસભામાં કહ્યું કે, ‘હરિયાણાની હુડ્ડા સરકારે કાશ્મીરી પંડિત પરિવારો માટે પેન્શનની શરૂઆત કરી હતી. 2014 સુધીમાં આ પેન્શનની રકમ વધારીને પ્રતિમાસ રૂપિયા પાંચ હજાર કરી નાખવામાં આવી. જેવી હરિયાણામાં બીજેપીની સરકાર બની કે તુરંત જ તેમણે કાશ્મીરી પંડિતોનું પેન્શન બંધ કરી દીધું. અમારી માગણી છે કે કાશ્મીરી પંડિતોનું પેન્શન ફરીથી શરૂ કરવામાં આવે અને કાશ્મીરમાં જમીન અધિગ્રહિત કરી તેમના માટે ટાઉનશીપ બનાવવામાં આવે.’ તાજેતરમાં શરદ પવારે પણ કહ્યું કે ભાજપ ‘ધ કશ્મીર ફાઈલ્સ’ ફિલ્મના માધ્યમથી નફરત ફેલાવી રહી છે.

Read Also

Related posts

કેન્દ્રીય તપાસ એજન્સીઓ મારી સરકાર વિરુદ્ધ કામ કરી રહી છેઃ છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ

Binas Saiyed

યશવંત સિન્હાએ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે પી.એમ. મોદી અને રાજનાથસિંહ પાસે માગ્યું સમર્થન

HARSHAD PATEL

ઈડીએ શિવસેનાના ભૂતપૂર્વ ધારાસભ્યની સંપત્તિ ટાંચમાં લીધી

HARSHAD PATEL
GSTV