GSTV

BIG NEWS: કોંગ્રેસના દિગ્ગજ પ્રવક્તા રાજીવ ત્યાગીનું થયું નિધન, અચાનક બેભાન થઈ ઢળી પડ્યા

હંમેશા ટીવીમાં પોતાના ધારદાર છટા, અને હાજર જવાબી એવા કોંગ્રેસના આખા બોલા પ્રવક્તા રાજીવ ત્યાગીનું નિધન થયુ છે. રાજીવ ત્યાગી ટીવી ડિબેટમાં કોંગ્રેસ તરફથી ધારદાર રજૂઆત કરી હંમેશા બચાવપક્ષમાં મજબૂતી સાથે ઉભા રહેતા હતા. રાજીવ ત્યાગીનું નિધન હાર્ટ એટેકના કારણે થયુ છે.

હંમેશા ટીવી ડિબેટમાં ધારદાર રજૂઆત કરતા તેમને ટીવીના એન્કરો સાથે તડાફડી કરતા જોવા મળતા હતા. તેમના ટ્વીટ પણ સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં રહેતા હતા.

એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે આજ સવાર સુધી તેમની તબિયત સારી હતી. સાંજના સમયે તો તેમણે ટીવી ડિબેટમાં સામેલ પણ થવાનું હતું. ખુદ ટ્વીટ કરી આ અંગે તેમણે જાણકારી આપી છે. તેમણે લખ્યુ હતું કે, આજે સાંજે 5.00 હું ડિબેટમાં હાજર રહીશ.

રાજીવ ત્યાગની તબિયત અચાનક તેમના ઘરમાં ખરાબ થઈ હતી અને તેઓ બેભાન થયા હતા. બેભાન અવસ્થામાં તેમને યશોદા હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ડોક્ટર્સે તેમને મૃત જાહેર કર્યા હતા.

રાજીવ ત્યાગીના નિધનની ખબર સાઁભળી રાજકીય ગલીઓ ઉંડા શોકની લાગણી વ્યાપી ગઈ છે. ટીવી ડિબેટમાં રાજીવ ત્યાગી મોટા ભાગે ભાજપના પ્રવક્તા સંબિત પાત્રા સાથે ટક્કર થતી હતી. ત્યારે આ દુખદ ઘટના પર સંબિત પાત્રાએ પણ દુખની લાગણી વ્યક્ત કરી છે.

READ ALSO

Related posts

ખાનગી શાળાની દાદાગીરી: સ્કૂલ ફી ન ભરતા શિક્ષણમંત્રીની ભાણેજનું નામ હટાવી દીધું, થઈ જોવા જેવી

Pravin Makwana

18 ફાઈટર પ્લેનથી ઘુસણખોરી બાદ બોલ્યુ ચીન, અમેરિકાથી દૂર રહે તાઈવાન નહી તો કબ્જો કરી લઈશુ, બહાનાની રાહ

Mansi Patel

આર્થિક મંદી / આવક ઓછી અને ખર્ચા વધ્યા : આ 3 મોરચે મોદી સરકારની વધી શકે છે ચિંતા, હવે ભરાઈ ગઈ છે સરકાર

Karan
Do NOT follow this link or you will be banned from the site!