ભગવાન બારડના સસ્પેન્શન મુદ્દે કોંગ્રેસ જમીન પર બેસી ગઈ, ‘ખૂન થયું ભાઈ ખૂન થયું’

તલાલાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ભગવાન બારડના સસ્પેન્શન મામલે કોંગ્રેસ આક્રમક મૂડમાં છે. વિપક્ષના ધારાસભ્યો અધ્યક્ષને રજૂઆત કરવા પહોચ્યા છે. કોંગ્રેસના ધારાસભ્યોનો આક્ષેપ છે કે અધ્યક્ષે રાજકીય કિન્નાખોરી રાખીને ભગવાન બારડને સસ્પેન્ડ કર્યા છે. આ સમયે કોંગ્રેસે લોકશાહી બચાવોના નારા પણ લગાવ્યા.

મહત્વનું છે કે કોંગ્રેસ હવે લડી લેવાના મૂડમાં છે. ભગવાન બારડના સસ્પેનશન મુદ્દે કોંગ્રેસ રાજ્યપાલને પણ મળ્યા હતા. પરંતુ જ્યાથી તેમને કોઈ યોગ્ય જવાબ ન મળ્યાની વાતો કરવામાં આવે છે. સાથે ભગવાન બારડના મુદ્દે કોંગ્રેસ હાઈકોર્ટ પણ પહોંચી છે. જ્યા સરકાર તરફથી વકીલ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. ત્યારે ચારો ખાને ચિત્ત કોંગ્રેસ હવે ધરણા પર બેસી ચૂકી છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter