અમિત શાહનો કોંગ્રેસ પર પલટવાર, કહ્યું લોહીની દલાલી કરનારા અમને દેશભક્તિ ન શીખવાડે

કોંગ્રેસે પીએમ મોદી પર લગાવેલા આરોપ બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કોંગ્રેસ પર પલટવાર કર્યો. તેમણે જણાવ્યું કે, કોંગ્રેસ અમને દેશભક્તિના પાઠ ન ભણાવે. જે પાર્ટી લોહીની દલાલી કરે છે એ પાર્ટી આજે દેશની સેના પર સવાલ ઉઠાવી રહી છે. કોંગ્રેસના મંત્રી પાકિસ્તાન આર્મી ચીફના ગળે મળે છે. ત્યારે કોંગ્રેસ મૌન રહે છે.

આતંકવાદ મુદે મોદી સરકારે હમેશા ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે. કોંગ્રેસે હમેશા આતંકવાદનો મુદો રાજનીતિ માટે કર્યો. હુમલા વખતે પીએમ મોદીના કાર્યક્રમનો મુદો કોંગ્રેસે બનાવ્યો. પરંતુ કોંગ્રેસને જેટલા આરોપ પ્રધાનમંત્રી મોદી પર લગાવવા હોય એટલા લગાવે પરંતુ તેમા કોંગ્રેસને કોઈપણ પ્રકારની સફળતા મળવાની નથી.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter