GSTV
ANDAR NI VAT India News Trending

રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના જૂનાજોગીઓની ટિકિટ કપાશેઃ યુવાનેતાઓને તક

ઉદયપુરમાં કૉન્ગ્રેસની ચિંતન શિબિરનો પ્રારંભ થઈ ગયો છે. સોનિયા ગાંધીએ તેમના પ્રારંભિક વક્તવ્યમાં પાર્ટીનું દેવુ ઉતારવાનો સમય આવી ગયો છે, એવા મતલબનું નિવેદન કરીને પક્ષના વરિષ્ઠ નેતાઓ તરફ ઈશારો કરી દીધો કે તેમણે પદ છોડવા માટે તૈયાર રહેવું પડશે.

કૉન્ગ્રેસનું ટોચનું નેતૃત્વ આગામી દિવસોમાં અશોક ગેહલોતને સચિન પાયલટ માટે રાજસ્થાનની કોકપીટ ખાલી કરવાની સૂચના આપી શકે છે. રાજ્યસભામાંથી નિવૃત્ત થઈ રહેલા સિનિયર નેતાઓને પણ ઈશારામાં સમજાવી દેવામાં આવ્યા છે. આગામી રાજ્યસભા ચૂંટણીમાં તેમની ટિકિટ કપાઈ શકે છે, તેમના સ્થાને યુવા નેતૃત્વને તક આપવામાં આવી શકે છે.

હવે રાહુલ ગાંધી કોંગ્રેસના કાયાકલ્પનો રોડમેપ રજૂ કરશે. કોંગ્રેસે કાયાકલ્પનો અને યુવાનોને તક આપવાનો નિર્ણય તો કરી લીધો છે, પરંતુ તેનું અમલીકરણ કેટલી મજબૂતીથી કરી શકશે તે હવે જોવાનું રહે છે.

ડિસેમ્બર 2023માં રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી છે. આ ચૂંટણી જીતવા માટે રાજસ્થાનમાં અત્યારથી જ નેતૃત્વ પરિવર્તન કરવું આવશ્યક છે. સોનિયા ગાંધી અશોક ગેહલોતને તેમનું પદ છોડવાનું ક્યારે કહેશે? તેના પર સૌની નજર છે. અશોક ગેહલોત સાનમાં ન સમજે અને સોનિયા ગાંધી તેમને સીધે-સીધુ કહેવામાં ઢીલ કરશે તો રાજસ્થાનમાં કોંગ્રેસને સત્તા ગુમાવવાનો વારો આવી શકે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

મોટા સમાચારઃ મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકારે પણ પેટ્રોલ- ડીઝલ પર ઘટાડ્યો વેટ, ભાજપ શાસિત રાજ્યો ક્યારે ઘટાડશે ભાવ ?

Zainul Ansari

કામની વાત / બચત ખાતાના કેટલા પ્રકાર છે?, જાણો તમારા માટે ક્યું ખાતુ રહેશે શ્રેષ્ઠ

Hardik Hingu

સ્માર્ટફોન અને ઈન્ટરનેટ વગર કરો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

Zainul Ansari
GSTV