બિહારમાં મહાગઠબંધનને મળેલી કારમી હાર બાદ કોંગ્રેસના નેતા સદાનંદસિંહે સવાલ ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યુ કે, કોંગ્રેસે મહાગઠબંધન અંગે વિચાર કરવો જોઈએ. પાર્ટી પરિણામ બાદ આત્મચિંતન નહીં કરે તો તેના પરિણામ પણ ભોગવવા માટે તૈયાર રહેવુ પડશે. બિહારમાં મહાગઠબંધન થયા બાદ ઉમેદવારોની જાહેરાત કરવામાં મોડુ કરવામાં આવ્યુ. ગઠબંધન પાસે કોઈપણ પ્રકારની રણનીતિ નહોતી. જેથી બિહારમાં કોંગ્રેસ અને આરજેડીની સૌથી મોટી હાર થઈ છે.
Sadanand Singh, Congress on alliance in Bihar: I'm upset, there was a delay in seat sharing & process of alliance, it wasn't fair. Unless 'dharma' of alliance is followed wholeheartedly, it will not be successful. pic.twitter.com/VwfcrdvQGW
— ANI (@ANI) May 24, 2019
મહત્વપૂર્ણ છે કે, બિહારમાં મહાગઠબંધનને માત્ર એક બેઠક મળી છે જ્યારે 40માંથી એનડીએના પક્ષમાં 39 બેઠક આવી છે. ત્યારે બિહારમાં આરજેડીનું ખાતું પણ ખુલ્યુ નથી. જો કે ચૂંટણી પહેલા જ આરજેડી,કોંગ્રેસ,હમ અને કુશવાહાની પાર્ટીમાં બેઠકોની વહેંચણી મામલે મડાગાંઠ માંડ-માંડ ઉકેલાઇ હતી. જો કે ત્યારબાદ પ્રચાર અને અન્ય બાબતે પર એક સાંધો ત્યાં તેર તૂટે એવી સ્થિતી હતી. જો કે આરજેડીમાં પણ તેજપ્રતાપનાં બગાવતી સૂર ભારે નડ્યા છે.
READ ALSO
- રેવડી કલ્ચર/ દેશના વિવિધ રાજ્યો પર 60 લાખ કરોડનું દેવું, ભાજપ શાસિત રાજ્ય નંબર વન
- Oppo Reno 7 સ્માર્ટ ફોનની કિંમતમાં થયો મોટો ઘટાડો, ધાંસૂ ફિચર્સ સાથેનો ફોન હવે આ કિંમતમાં ખરીદી શકાશે
- 39 વર્ષની ઉંમરે Dale Steynએ અનોખો કારનામું કર્યું, ક્રિકેટબોલ નહીં પરંતુ આ સ્ટંટમાં અજમાવ્યો પોતાનો હાથ: વીડિયો જોઈને ચોંકી જશો
- મહિલાનો હાથ ટૂટવા પર બેશરમીથી હસવું પોલીસ કર્મીને ભારે પડી ગયું, કોર્ટે આપી એવી સજા કે વિચારતા રહી જશો
- અબુ ધાબી ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટીના આદિત્ય બિરલા હેલ્થ ઇન્શ્યોરન્સનો 9.99% હિસ્સો ખરીદવાના પ્રસ્તાવને મળી મંજૂરી