GSTV
Home » News » ભાજપનાં ચાર નેતા બાદ કૉંગ્રેસનાં એક નેતાની હત્યા, ‘વારા પછી વારો અને મેહ પછી ગારો’ જેવી ઘટનાં થઈ

ભાજપનાં ચાર નેતા બાદ કૉંગ્રેસનાં એક નેતાની હત્યા, ‘વારા પછી વારો અને મેહ પછી ગારો’ જેવી ઘટનાં થઈ

મધ્ય પ્રદેશમાં સત્તા પરિવર્તન સાથે બીજેપી અને સંઘ સાથે જોડાયેલા લોકોની હત્યા પર બબાલ મચી ગઈ છે. તેના વિરૂદ્ધ મધ્ય પ્રદેશમાં ધરખમ પ્રદર્શનો પણ થયા છે. હવે આ કેસ ગંભીર બનતો જાય છે. મુખ્યમંત્રી કમલનાથના ગઢ છિંદવાડામાં કોંગ્રેસ સેવાદલના નેતાની ધારદાર હત્યા કરી દેવામાં આવી છે.

ઘટના મંગળવાર મોડી રાતની બતાવવામાં આવી રહી છે. કૉંગ્રેસ સેવાદલના કાર્યકારની હત્યા પછી અત્યાર સુધી મુખ્યમંત્રી કમલનાથે આ અંગે કોઈ ટ્વિટ કર્યું નથી, જ્યારે ભૂતપૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ સતત બદલો લેવાની વાત ટ્વિટર પર કરી રહ્યાં છે.

કોંગ્રેસ સેવાલદના પરાસિયા બ્લૉક અધ્યક્ષ રાજેન્દ્ર યદુવંશીની મંગળવારે મોડી રાતે તીવ્ર હથિયારોથી અજ્ઞાત હુમલાખોરોએ હત્યા કરી દીધી. કહેવામાં આવે છે કે કોંગ્રેસના નેતા યદુવંશી મંગળવારે રાત્રે આશરે 12 વાગ્યે પારસિયા ઇડીસી કેમ્પમાં પોતાના ઘરે જતા હતા. આ દરમિયાન રેલવે પૂલિયા પાસે અજ્ઞાત હમલાખોરોએ ચાલતી બાઇક પર હુમલો કર્યો. અચાનક થયેલી હુમલાઓથી રાજેન્દ્રએ નિયંત્રણ ખોઈ દીધું અને બાઈક સહિત રસ્તા પર પડી ગયો. હુમલાખોરોએ ધારદાર હથિયારથી તેનાં પર ઘણાં વાર કર્યા છે.

આ પહેલા પણ ભાજપનાં ચાર નેતાઓની હત્યા થઈ હોવાનુ સામે આવી ગયું છે.

READ ALSO

Related posts

એક બેઠક જીતવા માટે મારા પર લગાવવામાં આવેલા આરોપો ‘ગંભીર’

Mayur

આજે આવ્યું એથલેટ હિમા દાસનું પરિણામ જાણો

Arohi

ગૌમાંસની અફવામાં 3 મુસ્લિમોને માર્યા ગૌરક્ષકોએ, જબરજસ્તી બોલાવડાવ્યા ‘જય શ્રી રામ’ના નારા

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!