GSTV
Gujarat Government Advertisement

દેશમાં હાહાકાર છે અને મોદીજી નવા ઘરમાં ગૃહ પ્રવેશની તૈયારીમાં, વિદેશમંત્રી અને સ્વાસ્થ્ય મંત્રી રાજીનામું આપે

Last Updated on May 7, 2021 by Dhruv Brahmbhatt

દેશમાં કોરોનાની બીજી લહેરના કારણે કથળી રહેલી સ્થિતિ વચ્ચે કોંગ્રેસે વિદેશ મંત્રી એસ.જયશંકર અને સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષ વર્ધનના રાજીનામાની માંગ કરી છે. ઉપરાંત સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ સહિત બીજા બિનજરૂરી ખર્ચા પર કાપ મુકી કોરોના પર ધ્યાન આપવા ટકોર કરી છે. કોંગ્રેસ પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે કોરોનાની વર્તમાન સ્થિતિને લઇને કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી હતી.

રાહુલ ગાંધીએ પણ ટ્વિટ કર્યું

તેમણે કહ્યું દેશમાં કોરોનાના દરરોજ લાખો કેસ સામે આવી રહ્યાં છે અને દરરોજ હજારો લોકો મોતને ભેટી રહ્યાં છે. સરકાર વર્તમાન સ્થિતિને નજર અંદાજ કરી રહી છે. આ કપરી સ્થિતિમાં પણ સરકારની પ્રાથમિકતા 13,450 કરોડ રૂપિયાના સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ અને વડાપ્રધાનના નવો બંગલો છે.

રણદીપ સુરજેવાલાએ પણ ટ્વિટ કર્યું

કોઇ સરકાર આટલી નિષ્ઠુર કંઇ રીતે હોઇ શકે છે? આપણાં વડાપ્રધાનનની આ હાલત છે તો તેમની નીચે કામ કરતા કર્મચારીઓની માનસિકતા કેવી હશે?. કોંગ્રેસે આરોપ લગાવ્યો કે સરકાર આઠ-આઠ કલાક સુધી કોરોના સંકટનો સામનો કરવા નહીં પણ છબી સુધારવા માટે બેઠક કરી રહી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને  કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર

Dhruv Brahmbhatt

જો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ

Vishvesh Dave

ચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!