GSTV

કોંગ્રેસ આવે છે, એક્ઝિટ પોલ ખોટા ! : કોંગી નેતાઓનો સૂર

Last Updated on December 15, 2017 by

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તમામ એક્ઝિટ પોલ દ્વારા ભાજ૫ને બહુમતી આવશે, તેવું દર્શાવવામાં આવ્યું છે. સરેરાશ ભાજ૫ને 110 સુધીની બેઠક મળવાના દાવા કરાયા છે. આમછતાં તમામ એક્ઝિટ પોલને ખોટા ગણાવતા કોંગ્રેસના નેતાઓ હજુ ૫ણ તેવો જ સૂર વ્યક્ત કરી રહ્યા છે કે, કોંગ્રેસ આવે છે ! જો કે એક્ઝિટ પોલ કંઇ સત્યની પારાશીશી નથી. ત્યારે કોંગ્રેસના નેતાઓનો દાવો સાચો ૫ડે, ગુજરાતના રાજકારણમાં અત્યાર સુધીનો સૌથી મોટો અ૫સેટ હશે.

વિધાનસભા ચૂંટણીના મતદાન બાદ સામે આવેલા એક્ઝિટ પોલમાં ભાજપને બહુમતી દેખાય છે. જો કે, પ્રદેશ કોંગ્રેસ પ્રભારી અશોક ગેહલોતએ મીડિયા કાંઈ પણ કહે પરંતુ કોંગ્રેસ બહુમતીથી સરકાર બનાવશે તેમ કહ્યુ હતું. જ્યારે કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે પણ ઓપિનિયન પોલ ખોટા પડશે તેમ કહ્યુ છે. તેમણે કહ્યુ કે, મતદાન પાંચ વાગ્યા સુધી ચાલ્યુ હતુ, પરંતુ એક્ઝિટ પોલ બે વાગ્યે જ આવી ગયા તે કેવી રીતે શક્ય છે ? તેવો શંકાસ્પદ સવાલ ૫ણ તેમણે ઉઠાવ્યો છે. હકિકતે એક્ઝિટ પોલ પાંચ વાગ્યા ૫છી આવવો જોઇએ. તથા કદાચ માની લેવામાં આવે કે પોલ અનુસાર કોંગ્રેસને બેઠકો મળશે, તો તેઓ સ્પષ્ટ નથી કે કંઇ બેઠક મળશે ? આ બાબતો શંકાસ્પદ છે.

Related posts

પ્રધાનપદ જતા જ નવી સરકારના પગ ખેંચવાનું શરૂ, ખેડૂતોને નુકસાનીનું વળતર ચુકવવા કરી માંગ: રૂબરૂ મુલાકાત કરી ઉઠાવ્યો મુદ્દો

Zainul Ansari

ટ્રેનની અડફેટે આવતા સિંહોના અકાળ મૃત્યુ બાબતે હાઇકોર્ટે રેલ્વે મંત્રાલયની કાઢી ઝાટકણી, માંગી પસાર થતી ટ્રેનોની માહિતી

Zainul Ansari

ઐતિહાસિક ચુકાદો / માતાના મઢે ચામર-પત્રી વિધિનો હક્ક મહારાણી પ્રીતિદેવીને અપાયો, ભૂજ કોર્ટ દ્વારા અપાયો ચુકાવો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!