GSTV
Home » News » ઘરમાં જે આગ લાગી તે ઘરના દીવાથી લાગી, કોંગ્રેસ મૂકાઈ વધુ મુશ્કેલીમાં

ઘરમાં જે આગ લાગી તે ઘરના દીવાથી લાગી, કોંગ્રેસ મૂકાઈ વધુ મુશ્કેલીમાં

કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદે આપેલા નિવેદન બાદ કોંગ્રેસના નેતા રાશિદ અલ્વીએ ખુર્શીદના નિવેદનનો વિરોધ કર્યો છે. રાશીદ અલ્વીએ જણાવ્યુ કે, કોંગ્રેસમાં કેટલાક નેતાઓ એવા છે જેઓ પાર્ટીને નુકસાન પહોંચાડવાનું કામ કરી રહ્યા છે.  કોંગ્રેસમાં એક નેતાને બાદ કરતા બીજા તમામ નેતાઓ અલગ-અલગ નિવેદના આપી રહ્યા છે.

કોંગ્રેસના ઘરમાં જે આગ લાગી તે ઘરના દીવાથી લાગી છે.  તેમણે રાહુલ ગાંધીએ અંગે જણાવ્યુ કે, રાહુલ ગાંધીને કેટલાક નેતાઓએ સમર્થન આપ્યુ નહોતું. એટલે તેમણે રાજીનામું આપ્યુ.  અલ્વીએ આ પ્રકારનું નિવેદન સલમાન ખુર્શીદે આપેલા નિવેદન બાદ આપ્યુ. ખુર્શીદે જણાવ્યુ હતુ કે, કોંગ્રેસ દેશમાં અત્યારે મુશ્કેલીના સમયમાંથી પસાર થઈ રહી છે.

લોકસભાની ચૂંટણીના પરિણામ બાદ રાહુલ ગાંધીએ પાર્ટીના અધ્યક્ષ પદને છોડવામાં વધારે ઉતાવળ કરી.  અને સોનિયા ગાંધીને કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા.  પાર્ટી લોકસભામાં મળેલી હારનું વિશ્લેષણ નથી કરી રહી.. પાર્ટીની સૌથી મોટી સમસ્યા એ છે કે, પાર્ટીના મોટા નેતાઓ દૂર જઈ રહ્યા છે.

READ ALSO

Related posts

કેન્દ્રીય સંરક્ષણ પ્રધાને સૈન્ય દ્વારા ચલાવાતી સ્કૂલોમાં છોકરીઓના પ્રવેશના પ્રસ્તાવને આપી મંજૂરી

Kaushik Bavishi

દેશમાં લોકોના સ્વાસ્થ્ય સાથે રમતનો એક મામલો સામે આવ્યો,

pratik shah

ઝિમ્બાબ્વેમાં મોંઘવારી આસમાને પહોંચી, એક રાતમાં બ્રેડની કિંમતમાં 60 ટકા વધારો

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!