GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

વડાપ્રધાનના સંબોધન બાદ કોંગ્રેસનો પ્રહાર, ચીનનું નામ લેવાથી ડરી રહ્યાં છે મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે દેશની જનતાને સંબોધન કર્યું હતું. તેમણે પોતાના સંબોધનમાં કોરોના વાયરસ અને લોકડાઉનમાં છુટની વિસ્તારથી વાત કરી. માનવામાં આવતું હતું કે, પ્રધાનમંત્રી મોદીના સંબોધનમાં ભારત-ચીન તણાવ ઉપર કેટલીક વાત થશે. પરંતુ એવું થયું નહીં. ચીનનો ઉલ્લેખ ન થતા કોંગ્રેસે પ્રધાનમંત્રી ઉપર નિશાન સાધ્યું અને કહ્યું કે, ચીનની આલોચના કરવાની વાતને ભૂલી જાઓ, તમારા રાષ્ટ્રીય સંબોધનમાં આ વાતનો ઉલ્લેખ કરવાથી પણ ડરો છો. કોંગ્રેસે એ પણ કહ્યું કે, પ્રધાનમંત્રી મોદીનું સંબોધન કોઈ સરકારી અધિસૂચના થઈ શકત.

ટ્વિટર હેંડલ ઉપર લગાવ્યો ફોટો

કોંગ્રેસે પોતાના ટ્વિટર હેંડલ ઉપર એક ફોટો પણ લગાવ્યો છે જેમાં ચીન વિશે લખવામાં આવ્યું છે. ફોટા ઉપર લખવામાં આવ્યું કે, ચીન ભારતની સીમમાં 423 મીટર સુધી ઘુસણખોરી કરી ગયું છે. કોંગ્રેસના જણાવ્યા પ્રમાણે 25 જૂન સુધી ભારતીય સીમામાં ચીનના 16 ટેંટ અને ટરપોલીન હતાં. ચીનનું એક મોટુ શેલ્ટર છે સાથે જ 14 ગાડીઓ પણ છે. કોંગ્રેસે પુછ્યું કે, પ્રધાનમંત્રી તેને નકારી શકે છે ? વધુમાં કહ્યું કે, ભારતને એવા નેતાની જરૂરત છે જે અસફળતાનો સ્વીકાર કરે અને તેમાં સુધારો કરવાની કોશીશ કરે. એવા નેતાની જરૂરત નથી કે, જે પરેશાનીઓને નજરઅંદાજ કરીને તેના ઉપર વાત કરવાથી બચે.

ત્રણ મહિનામાં પેટ્રોલ-ડીઝલમાં 22 વખત કરાયો ભાવવધારો

એની સાથે જ કોંગ્રેસે એ પણ કહ્યું કે, જાણીને ખુશી થઈ કે પ્રધાનમંત્રીએ કોંગ્રેસ અધ્યક્ષ સોનીયા ગાંધીના આગ્રહ ઉપર જોર કર્યું છે. જેમાં ગરીબોને મફ્તમાં અનાજ દેવાની યોજનાને આગળ વધારવાની માગ કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંબોધનથી પહેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ચીનના તણાવ અને પેટ્રોલની કિંમતો વધવાને લઈને મોદી સરકારને ઘેરી હતી. રાહુલ ગાંધીએ પેટ્રોલ અને ડીઝલના ભાવોને લઈને કહ્યું હતું કે, પાછલા ત્રણ મહિનામાં 22 વખત ભાવવધારો કરાયો. જ્યારે ચીનને લઈને કોંગ્રેસ નેતાએ કહ્યું કે, પીએમ મોદી જણાવે કે ચીનના સૈનિકોને ક્યારે અને કેટલા દેશમાંથી ભગાવશે.

રાહુલ ગાંધીએ વિડિયો કર્યો હતો વાયરલ

રાહુલ ગાંધીએ ટ્વિટર ઉપર એક વિડિયો વાયરલ કર્યો હતો. જેમાં પેટ્રોલ અને ડીઝલના ભાવોને લઈને રાહુલ ગાંધીએ કહ્યું કે પાછલા ત્રણ મહિનામાં 22 વખત ભાવવધારો થયો છે. પાછલા ત્રણ મહિનામાં કોરોનાએ દેશની અર્થવ્યવસ્થાને નુકશાન પહોંચાડ્યું છે. સૌથી વધારે નુકશાન ગરીબોને થયું છે. રાહુલ ગાંધીએ કહ્યું કે અમે ન્યાય યોજના જેવી યોજનાઓ લાગુ કરવા માટે સૂચન કર્યું હતું. દરેક પરિવારના ખાતામાં 7 હજાર રૂપિયા નાંખવામાં આવે પણ સરકારે અમારા સૂચનને માન્યું નહીં. જ્યારે ચીનને લઈને રાહુલ ગાંધીએ કહ્યું કે, અમે જાણવા માંગીએ છીએ કે, ચીન દેશમાં ચાર જગ્યાએ અંદર આવીને બેઠું છે. તમે જણાવો ચીનના સૈન્યને ક્યારે અને કેવી રીતે હાંકશો.

Related posts

મનની મનમાં રહી જશે: કોંગ્રેસના આ ધારાસભ્યે એવું કહી દીધું કે, સચિન પાયલોટને છોડો, હવે સિંધિયાને પણ ઊંઘ નહીં આવે

Pravin Makwana

છેલ્લા પાંચ દાયકાથી બોલિવૂડ અને દર્શકોના દિલો ઉપર રાજ કરે છે શહેનશાહ, આ ફિલ્મોમાં જોવા મળશે અભિનય

Mansi Patel

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગાંધીનગર લોકસભામાં આવતા આ 5 ગામોને લીધા દત્તક

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!