GSTV

રાજસ્થાનમાં કોંગ્રેસ નેતાઓ વચ્ચે વિખવાદ આવ્યો ફરી બહાર, પાયલોટે અશોક ગહેલોતને ઝાટક્યા

કોટાની જેકે લોન હોસ્પિટલમાં બાળકોનાં મોતની સંખ્યા વધીને 107 થઈ ગઈ છે. રાજ્યના નાયબ સીએમ સચિન પાયલોટ શનિવારે કોટા હોસ્પિટલ પહોંચ્યા હતા. કોટામાં બાળકોના મોત અંગે સચિન પાયલોટે મુખ્યમંત્રી અશોક ગેહલોત પર નિશાન સાધતા કહ્યું હતું કે આપણે જવાબદારી નક્કી કરવી પડશે. સચિન પાયલોટે કહ્યું કે અગાઉ જે બન્યું તેની ચર્ચા થવી જોઈએ નહીં. વસુંધરાને જનતાએ પરાજિત કર્યા હતા પરંતુ હવે જવાબદારી આપણી છે.

ઉલ્લેખનીય છેકે,રાજસ્થાનના કોટાની જેકે લોન હોસ્પિટલમાં બાળકોના મોતનો આંકડો સતત વધી રહ્યો છે. હવે કોટામાં બાળકોનાં મોતની સંખ્યા 107 પર પહોંચી ગઈ છે. તો સાથે જ, રાષ્ટ્રીય માનવાધિકાર પંચ (એનએચઆરસી) એ આ મામલે રાજસ્થાન સરકારને નોટિસ ફટકારી છે.

રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી સચિન પાયલોટ આજે કોટામાં મૃત બાળકોના પરિવારને મળ્યા હતા. પાયલોટ રાજ્યના નાયબ મુખ્યમંત્રી તેમજ પીસીસી પ્રમુખ છે. પાયલોટ દિલ્હીમાં હતા, ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કોટામાં બાળકોના મોત અંગે નારાજગી વ્યક્ત કરી હતી. તે પછી પાયલોટ રાજસ્થાન પહોંચ્યા હતા અને જયપુર આવ્યા પછી કોટા માટે રવાના થયા હતા.

તો બીજી તરફ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત જોધપુરમાં શનિવારે સાંજે 4 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરવા જઇ રહ્યા છે. કોટલાની જે.કે. લોન હોસ્પિટલમાં બાળકોનાં મોતનાં મામલાને સંભાળવા માટે ગેહલોત સરકાર ઘણી ટીકાઓનો સામનો કરી રહી છે.

બાળકોના મોતના સમાચાર સામે આવ્યા બાદ, ઘણા દિવસોથી, સરકારી સ્ટાફના કોઈ વરિષ્ઠ મંત્રી પરિસ્થિતિ સુધારવા માટે કોટા ગયા નહોતા. તો બબાલ થયા બાદ, ગેહલોત સરકારે શુક્રવારે બે કેબિનેટ મંત્રીઓ, આરોગ્ય પ્રધાન ડો. રઘુ શર્મા અને પરિવહન પ્રધાન પ્રતાપસિંહ ખાચરીયાવાસને જયપુરથી કોટા માટે મોકલ્યા હતા.

READ ALSO

Related posts

દેશ માટે દારૂગોળો બનાવતી કંપની હવે Coronaમાં આ બનાવવા લાગી, તમને પણ લાગશે નવાઈ

Arohi

Corona વાયરસને કારણે ઘરે રહેલી મહિલાઓ માટે સરકારે જાહેર કરી ગાઈડલાઈન : મેકઅપ કરો, નવા કપડાં પહેરો

Arohi

કોણ છે ચર્ચામાં આવેલી તબલિગી જમાતના સર્વોચ્ય નેતા, જાણો સરકારે શું કરી કાર્યવાહી

Arohi
Do NOT follow this link or you will be banned from the site!