GSTV

કોંગ્રેસ સંગઠનમાં ફેરફારમાં છુપાયા છે આ સાત મહત્વના રાજનીતિક સંદેશ, પાર્ટીને સંતુલીત કરવાનો પ્રયાસ

કોંગ્રેસમાં ચીઠ્ઠી વિવાદ બાદ પાર્ટી અધ્યક્ષ સોનીયા ગાંધીએ મોટા પ્રમાણમાં સંગઠનમાં ફેરફાર કર્યો છે. આ ફેરફારમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીથી લઈને રાજ્યોના પ્રભારી મહાસચિવ અને પ્રભારી સચીવ સુધીના બદલાઈ ગયા છે. કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણ કરાવવા માટે નવી સમિતીની રચના કરાઈ છે. કોંગ્રેસ નેતૃત્વમાં ફેરફારની માંગ કરનારા નેતાઓની આગેવાની કરનારા ગુલામ નબી આઝાદ ઉપર કાતર ફેરવવામાં આવી છે તો ગાંધી પરિવારના પક્ષમાં ઉભા રહેનારા નેતાઓને વફાદારીના રૂપમાં પ્રમોશન આપવામાં આવ્યું છે. રાહુલ ગાંધીના સમર્થક નવા નેતાઓની સાથે પાર્ટીના વરિષ્ઠ નેતાઓનું પણ સંગઠન અને કોંગ્રેસની કાર્યસમિતિમાં જગ્યા આપવામાં આવી છે. તેવામાં કોંગ્રેસ સંગઠનમાં થયેલા ફેરબદલમાં રાજનીતિક રૂપથી કોઈ રાજનીતિક સંદેશ છુપાયો છે.

રાહુલ ટીમને મળ્યું મહત્વ

રાહુલ ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ પદ ઉપર રહેતા જે ફેરફાર સંગઠનમાં કરવા માંગે છે તેને આખરે સોનિયા ગાંધીએ હવે કરી દીધા છે. રાહુલ જે નેતાઓને પાર્ટીમાં મહત્વપૂર્ણ જોવા માંગે છે તે તમાને જવાબદારી સાથે પદ મળી ગયું છે. કોંગ્રેસ સંગઠનમાં ફેરફાર બાદ મોટા ભાગના રાજ્યોની જવાબદારી રાહુલના નજીકના લોકોને સોંપવામાં આવી છે. તારીક અનવરને રાહુલ ગાંધી જ એનસીપીમાંથી કોંગ્રેસમાં લઈને આવ્યાં હતાં. આ જ કારણ છે કે, તેને કોંગ્રેસ મહાસચિવની સાથે સાતે પોતાના સંસદીય વિસ્તારના કેરળ રાજ્યની જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત રાહુલ ટીમના રાજીવ શુક્લાને હિમાચલ પ્રદેશ, વિવેક બંસલને હરિયાણા મનીષ ચતરથ જે ગાંધી પરિવારના નજીકના છે તેને અરૂણાચલ, દેવેન્દ્ર યાદવને ઉત્તરાખંડ, રાજીવ સાટવને ગુજરાત, જીતેન્દ્ર સિંહને અસમ અને જિતિન પ્રસાદને પશ્વિમ બંગાળની જવાબદારી આપવામાં આવી છે રાહુલ ગાંધીના સૌથી નજીકના રણદિપ સિંદ સુરજેવાલાને મહાસચિવ બનાવીને કર્ણાટકની જવાબદારી સોંપવામાં આવી છે. તેમજ પીએલ પૂનિયા, શક્તિસિંહ ગોહિલ, આરપીએન સિંહની જવાબદારી પહેલાની જેમ યથાવત રાખવામાં આવી છે. તાજેતરમાં જ અજય માકનને મહાસચિવ બનાવ્યા બાદ નક્કી કરવામાં આવ્યું હતું કે, હવે યુવાઓને મહાસચિવ બનવાની તક મળશે.

બળવાખોરોને સંદેશ

સોનીયા ગાંધીને ચિઠ્ઠી લખનારા કેટલાક ચહેરાઓનું કદ ઓછું કરી નખાયું છે. પંરતુ કેટલાકે અસંતોષ દેખાડ્યા બાદ પણ ભરોસો દેખાડ્યો હતો. ચિઠ્ઠી લખનારા જી-23ના આગેવાન ગુલામ નબી આઝાદને પાર્ટી મહાસચિવ પદ ઉપરથી હાંકી કઢાયા છે. એટલું જ નહીં તેને હરિયાણાના પ્રભારી પદ ઉપરથી હટાવી દેવામાં આવ્યાં છે. તેની જગ્યાએ હવે વિવેક બંસલને નવી જવાબદારી સોંપવામાં આવી છે. જો કે, ગુલામ નબી અને આનંદ શર્માએ કોંગ્રેસના શિર્ષ કાર્યસમિતિમાં યથાવત રાખ્યાં છે અને જિતિન પ્રસાદને બંગાળના પ્રભારી બનાવીને પ્રમોશન આપવામાં આવ્યું છે. પત્ર ફોડવામાં સામેલ થયેલા મનીષ તિવારી, રાજ બબ્બર, પૃથ્વીરાજ ચૌહાણ, કપિલ સિબ્બલ અને શશિ થરૂરને ન તો સંગઠનમાં ન તો કોંગ્રેસ કાર્યસમિતિમાં જગ્યા આપવામાં આવી. તો રાજસ્થાનમાં મુખ્યમંત્રી અશોક ગેહલોત સામે બળવો કરનારા સચિન પાયલોટની ઘરવાપસી બાદથી માનવામાં આવી રહ્યું છે કે, તેને પાર્ટીના કેન્દ્રીય સંગઠનમાં સામેલ કરી શકાય છે. પરંતુ પાયલોટને જગ્યા મળી શકી નથી.

યુવા-અનુભવનું બેલેન્સ

કોંગ્રેસની શિર્ષ ઈકાઈ કોંગ્રેસ કાર્યસમિતિ અને સંગઠનમાં સંતુલન બનાવી રાખવા માટે સોનિયા ગાંધીએ જ્યાં કેટલાક વરિષ્ઠનેતાઓને યથાવત રાખ્યા છે તો રાહુલના નજીકના કેટલાક યુવા ચહેરાઓને પણ તેમાં જગ્યા આપવામાં આવી છે. આવી રીતે કોંગ્રેસ સંગઠનના ફેરબદલમાં યુવા અને અનુભવ બંનેને જગ્યા દઈને બેલેન્સ બનાવવાની કોશિષ કરવામાં આવી છે. રાહુલ અને સોનિયા બંને ટીમોના બરાબરના સદસ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. કોંગ્રેસ કાર્યસમિતિમાં સ્થાઈ સદસ્યોમાં જૂના તમામ નેતાઓની સાથે તારિક અનવર અને રણદીપ સુરજેવાલાને સામેલ કરવામાં આવ્યાં છે તો, દિગ્વિજયસિંહ અને સલમાન ખુર્શીદની વાપસી થઈ છે. આ ઉપરાંત પ્રમોદ તિવારીને પણ જગ્યા દેવામાં આવી છે. તો વિશેષ આમંત્રીત સદસ્યોમાં દિપેન્દ્ર હુડ્ડા, કુલદીપ સિંહ બિશ્નોઈ, સચીન રાવ, સુષ્મિતા દેવ, ચિંતા મોહન, નિરજ કુંદન અને બીવી શ્રીનિવાસ જેવા યુવા નેતાઓને પણ જગ્યા દેવામાં આવી છે. આ રીતે સંગઠન સ્તરમાં પાર્ટી મહાસચિવ અને રાજ્ય પ્રભારીઓની નિયુક્તિના રૂપમાં પણ બંને તરફના લોકોનો સમાવેશ કરીને સંતુલન બનાવવાની કોશિષ કરવામાં આવી છે.

રાહુલના ભવિષ્ટની પટકથા

કોંગ્રેસમાં ફેરફારથી સ્પષ્ટ થઈ ગયું છે કે, રાહુલ ગાંધીની નજીકનાઓ ઉપર નેતૃત્વનો ફરી ભરોસો દેખાડવામાં આવ્યો છે અને મહત્વની જવાબદારી પણ સોંપવામાં આવી છે. જેનાથી રાહુલની કમાન લેવાની સંભાવનાના સંકેતો મળી રહ્યાં છે. માનવામાં આવી રહ્યું છે કે, આ તમામ ફેરફાર રાહુલ ગાંધીનને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે. કોંગ્રેસમાં આ ફેરફાર સ્પષ્ટ સંકેત છે કે, રાહુલ ગાંધી હવે બીજી વખત પાર્ટીની કમાન સંભાળવા માટે તૈયાર થઈ ગયાં છે. સંગઠનમાં યુવાઓની ભાગીદારી તેને પોતાના કાર્યકાળમાં વધારી દીધી હતી. પરંતુ તેને મોટા પદ ઉપર અને નિર્ણય લેવાનો અધિકાર મળ્યો નથી. પરંતુ કોંગ્રેસ કાર્યસમિતિમાં હવે તેની નજીકનાઓને જગ્યા મળી છે. એક તરફથી આવનારા કોંગ્રેસ અધિવેશનમાં રાહુલ ગાંધીની બીજી વખત અધ્યક્ષ બનાવવાની પટકથા લખવાની શરૂ થઈ ગઈ છે.

હિન્દી પટ્ટાના નેતાઓ પર ધ્યાન આપો

હિન્દીભાષી રાજ્યોથી આવતા નેતાઓને કોંગ્રેસ કાર્યકારી સમિતિથી લઈને પાર્ટી સંગઠન સુધી વધારે મહત્વ આપવામાં આવ્યું છે. કોંગ્રેસના મહાસચિવ અને પ્રભારીની યાદીમાં રાજીવ શુક્લા, પી.એલ. પુનિયા, અજય માકન, દેવેન્દ્ર યાદવ, જિતિન પ્રસાદ, હરીશ રાવત, આરપીએન સિંઘ, અજય માકન, તારીક અનવર, જિતેન્દ્રસિંહ અને રણદીપ સુરજેવાલાનાં નામ શામેલ છે. આ બધા નેતાઓ ઉત્તર પ્રદેશ, બિહાર, હરિયાણા જેવા હિન્દી ભાષી રાજ્યોના છે. તે જ સમયે, કોંગ્રેસ કાર્યકારી સમિતિમાં દિગ્વિજય સિંહ, પ્રમોદ તિવારી, સલમાન ખુર્શીદ, દિપેન્દર હૂડા, કુલદીપ બિશ્નોઇ જેવા બધા નેતાઓ પણ શામેલ છે.

કોંગ્રેસમાં આ નેતાઓએ ગુમાવ્યું રાજકીય કદ

કોંગ્રેસ સંગઠનમાં ફેરફાર બાદ ગુલામ નબી આઝાદ, મલ્લિકાર્જુન ખડગે, અંબિકા સોની, મોતીલાલ વોરા, લુઈજિન્હો ફ્લેરિયોને મહાસચિવ પદ ઉપરથી હટાવવામાં આવ્યાં છે. ગાંધી પરિવારના ઘણા નજીકના અને પાર્ટીના વફાદાર માનવામાં આી રહેલા મોતીલાલ વોરાને ઉંમરના કારણે હટાવવામાં આવ્યાં છે. પરંતુ આઝાદ અને ખડગેને મહાસચિવથી હટાવવા પાછળ રાજકારણ માનવામાં આવી રહ્યું છે. ગુલામ નબી આઝાદને બળવાનો ઝંડો ઉઠાવવાના રૂપમાં સામે આવતા કાર્યવાહી કરી છે. પરંતુ તેના યુપી અને હરિયાણાના પ્રભારી રહેતા તેની કાર્યશાળીને લઈને રાજ્યના નેતાઓએ સવાલો ઉભા કર્યાં હતાં.

હરિયાણામાં તો અશોક તંવરે આ જ કારણે પાર્ટીને અલવિદા કરી હતી. ગુલામ નબી આઝાદ માત્ર હુડ્ડાને જ મહત્વ આપે છે. એવી જ રીતે મલ્લિકાર્જુન ખડગેને મહારાષ્ટ્રના પ્રભારી રહ્યા દરમયાન તેની કાર્ય પ્રણાલી ઉપર સ્થાનિક નેતાઓએ પ્રશ્નો ઉભા કર્યાં હતાં. મિલિંદ દેવડાથી લઈને સંજય નિરૂપમ સુધીનાએ ખડગેની ફરિયાદ પાર્ટીના હાઈકમાન્ડને કરી હતી. તેવામાં કોંગ્રેસ નેતૃત્વને એક તરફથી આ સંદેશ દેવામાં આવ્યો હતો કે પાર્ટીમાં કોઈપણ પ્રકારે જુથબંધી ઉભી કરનારા નેતાઓને મહત્વ આપવામાં આવશે નહીં પછી તે કેટલો મોટો નેતા ન હોય.

આ સિવાય, એક ફોર્મ્યુલા પર પણ વિચાર કરવામાં આવી રહ્યો છે કે કોંગ્રેસ એકપક્ષીય નીતિનું પાલન કરી રહી છે, જે અંતર્ગત ગુલામ નબી આઝાદને રાજ્ય સભામાં વિપક્ષી નેતા હોવાથી જનરલ સેક્રેટરી પદેથી છૂટા કરવામાં આવ્યા છે. તે જ સમયે, ખારગ વિશે એવી અટકળો કરવામાં આવી રહી છે કે આઝાદની રાજ્યસભાની મુદત આવતા વર્ષે ફેબ્રુઆરીમાં પૂર્ણ થઈ રહી છે. આવી સ્થિતિમાં ખડગેને ગૃહમાં વિપક્ષની અધ્યક્ષતા આપવી પડશે, જેના કારણે તેમને જનરલ સેક્રેટરી પદેથી છૂટા કરવામાં આવ્યા છે. જો કે, કેટલાક નેતાઓએ આ મામલે ખુદ પાર્ટી હાઈકમાન્ડને વિનંતી કરી હતી કે તેઓને હવે સંગઠનની જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવે. જેમાં અંબિકા સોની અને મોતીલાલ વોરાના નામ પ્રમુખના રૂપમાં લેવામાં આવી રહ્યું છે.

પ્રિયંકાના ખંભા ઉપર યુપીનો ભાર

કોંગ્રેસ પાર્ટીના સંગઠનિક રૂપમાં મોટા પ્રમાણમાં ફેરફારમાં પ્રિયંકા ગાંધીને મહાસચિવની સાથે ઉત્તર પ્રદેશની સમગ્ર જવાબદારી સોંપવામાં આવી છે. પ્રિયંકાને પાછલા વર્ષે થયેલી લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ મહાસચિવ બનાવવામાં આવી હતી અને પૂર્વાંચલના પ્રભારી નિયુક્ત કરવામાં આવી હતી હવે તેને સમગ્ર પ્રદેશની જવાબદારી અધિકારીક રૂપે સોંપવામાં આવી છે. ઉત્તરપ્રદેશમાં 2022માં વિધાનસભાની ચૂંટણી થવાની છે. તેવામાં કોંગ્રેસે તેને ધ્યાનમાં રાખીને પ્રિયંકા ગાંધીને રાજનીતિક રૂપમાં મહત્વપૂર્ણ રાજ્યોની જવાબદારી સોંપવામાં આવી છે. પ્રિયંકા ગાંધી યુપીમાં સતત સક્રિય છે અને સત્તામાં રહેલી યોગી સરકારને તમામ મુદ્દાઓ ઉપર ઘેરવામાં લાગી છે.

Related posts

ખતરો/ ભારત માટે કેટલો ખતરનાક સાબિત થઈ શકે છે ચીનનો આ નવો વાયરસ, કેવી સાવધાની રાખવી પડશે

Pravin Makwana

IPL 2020: કલકત્તાએ નોંધાવી પ્રથમ જીત, સનરાઈઝ હૈદરાબાદની સતત બીજી હાર

Pravin Makwana

LIVE સંસદમાં સાંસદે પાર્ટનરના પ્રાઈવેટ પાર્ટને કરી લીધી કિસ, આપવું પડ્યુ મંત્રી પદેથી રાજીનામું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!