GSTV
Home » News » કૉંગ્રેસે જાહેર કરી બીજી યાદી: ભાજપ છોડીને આવ્યાં એ જ્યાં ચૂંટણી લડશે એ જોવા જેવું છે, જોણો કોણ લડશે

કૉંગ્રેસે જાહેર કરી બીજી યાદી: ભાજપ છોડીને આવ્યાં એ જ્યાં ચૂંટણી લડશે એ જોવા જેવું છે, જોણો કોણ લડશે

gujarat congress

ગુજરાત પ્રવાસ પછી કૉંગ્રેસ મુડમાં છે. અને તાબડતોડ નિર્ણય લેવાની શરૂઆત કરી દીધી છે. લોકસભા ચૂંટણીને લઇને કૉંગ્રેસે એક યાદી બહાર પાડ્યાં પછી ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી દીધી છે અને એની ચર્ચા ચાલી રહી છે. જો કોણ કોણ છે એની વાત કરવામાં આવે તો આ યાદીમાં મહારાષ્ટ્રનાં 5 ઉમેદવારો અને ઉત્તરપ્રદેશનાં 16 બેઠકોના ઉમેદવારો જાહેર કરાયા છે. કોંગ્રેસ અધ્યક્ષ રાજબબ્બરને મુરાદાબાદથી ઉમેદવાર બનવાયા છે. જ્યારે ભાજપમાંથી કોંગ્રેસમાં સામેલ થનારા નાના પટોલેને નાગપુરથી ટિકિટ આપવામાં આવી છે.

rahulgandhi

વધુમાં ભાજપથી રાજીનામું આપનારી સાંસદ સાવિત્રી બાઇ ફૂલેને યુપીના બહેરાઇચથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. તો વળી મળતા સમાચાર પ્રમાણે સૂત્ર અનુસાર કર્ણાટકમાં કોંગ્રેસ 20 લોકસભાની બેઠકો પર જ્યારે સહયોગી પક્ષ જેડીએસ-સેક્યુલર 8 બેઠકો પર લોકસભાની ચૂંટણી લડવા તૈયાર થયા છે. એટલે કે ગઠબંધન કરવા માટે કરાર થયાં છે પણ કોઈ ઓફિશિયલ જાહેરાત કરવામા આવી નથી.

જો મહારાષ્ટ્રની વાત કરવામાં આવે તો નાગપુરથી નાના પટોલ, ગઢચિરૌલીથી ડો.નામદેવ, મુંબઈ(NC)થી પ્રિયા દત્ત, મુંબઈ(S)ની બેઠક પર મિલિન્દ દેવરા અને સોલાપુર(SC)ની બેઠક પરથી સુશીલકુમાર લડવાનાં છે.

અને હવે ઉતર પ્રદેશમાં લિસ્ટ જોઈએ તો નગીના(SC)થી ઓમવતી, મુરાદાબાદથી રાજ બબ્બર, ખીરીથી જફરઅલી, સીતાપુરથી કેસર જહાં, મિસ્રિખ(SC)થી મંજરી રાહી, મો.ગંજ(SC)થી રામશંકર, સુલતાનપુરથી ડો.સંજય સિંહ, પ્રતાપગઢથી રત્ના સિંહ, કાનપુરથી શ્રીપ્રકાશ, ફતેહપુરથી રાકેશ સચાણ, બહેરાઈચ(SC)થી સાવિત્રી ફૂલે, સંત કબીરનગરથી પરવેઝખાન, બાંસગાંવ(SC)થી કુશ સૌરવ, લાલગંજ(SC)થી પંકજ મોહન, મીરઝાપુરથી લલિતેશપતિ, રોબર્ટ્સગંજથી ભગવતીપ્રસાદ મેદાને ઉતરવાનાં છે.

READ ALSO

Related posts

ગુજરાત પોલીસનો અનોખો નુસખો, પોલીસ પણ રંગબેરંગી લાઈટથી હશે સજ્જ

pratik shah

સરકારની દિવાળી બગડી જાય તેવા આવ્યા સમાચાર, દેશમાં 2008 કરતાં પણ ભયંકર મંદી આવશે

Dharika Jansari

અફઘાનિસ્તાનની એક મસ્જિદમાં થયો બોમ્બ બ્લાસ્ટ : 18નાં મોત, 50 ઘાયલ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!