GSTV

ખેડૂતોનાં થશે દેવાં માફ અને મળશે પેન્શન, કોંગ્રેસ ખેડૂતો પર વરસી ગઈ

Last Updated on November 29, 2018 by Karan

રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. જયપુર ખાતે કોંગ્રેસ પ્રદેશ કાર્યાલયથી જાહેર કરવામાં આવેલા ચૂંટણી ઢંઢેરામાં ઘણાં લોભામણા વાયદાઓ કરવામાં આવ્યા છે. જેમાં કિશોરીઓને નિશુલ્ક શિક્ષણનો વાયદો પણ સામેલ છે. કોંગ્રેસે વાયદો કર્યો છે કે તેમની સરકારના સત્તામાં આવ્યા બાદ ખેડૂતોને દેવામાફી અપાશે. કૃષિ ઉપકરણોને જીએસટીની બહાર કરવામાં આવશે. આ સિવાય જૈફવયના ખેડૂતોને પેન્શનની સુવિધા અને ગોચર ભૂમિ બોર્ડની રચના જેવા વચનો પણ આપવામાં આવ્યા છે.

કોંગ્રેસે રાજસ્થાનમાં મહત્તમ રોજગાર ઉપલબ્ધ કરાવવાનો વાયદો કર્યો છે. રોજગાર માટે ઓછા દરે લોન આપવાની વ્યવસ્થા અને પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્રો સુધી નિશુલ્ક લઈ જવાની સુવિધાન ઉપલબ્ધ કરાવવાનો પણ વાયદો કર્યો છે. આ સિવાય અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો અને ખેડૂતો માટે કલ્યાણ બોર્ડની રચના કરવાનું વચન પણ અપાયુ છે.

આ સિવાય દરેક વ્યક્તિને મફતમાં સ્વાસ્થ્ય સેવા ઉપલબ્ધ કરાવવામાં આવશે, તેના માટે રાઇટ ટૂ હેલ્થ કાયદો બનાવવામાં આવશે. અશોક ગેહલોતની સાથે ચૂંટણી ઢંઢેરો જાહેર કરતા સચિન પાયલોટે કોંગ્રેસ તરફથી ઘણી મોટી જાહેરાત કરતા કહ્યું કે, ખેડૂતો અને યુવાનો માટે અલગથી પંચ બનાવવામાં આવશે. ખેડૂતો માટે ખેતીના ઓજારોને જીએસટીના દાયરામાંથી બહાર રખાશે, સાથે સરકારી ભૂમિ જેણે ગામની ગૌચર ભૂમિ કહેવાય છે, તેના માટે રાજસ્થાનમાં એક મોટો વિવાદ હંમેશાં બનેલો હોય છે તેના માટે પણ અલગથી ગોચર ભૂમિ બોર્ડ બનાવવાનું વચન જનતાને આપવામાં આવ્યું છે.

Related posts

Agni-5: ભારતની આ બેલેસ્ટિક મિસાઈલની રેન્જમાં છે અડધોઅડધ વિશ્વ, થરથર કાંપે છે ચીન-પાકિસ્તાન

Pritesh Mehta

ભારતીય સૈન્યનું ઉરીમાં મોટું ઓપરેશન: 3 આતંકવાદી ઠાર કરાયા, મોટા પ્રમાણમાં મળી આવ્યા શસ્ત્ર સરંજામ

Zainul Ansari

AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીના ઘરમાં તોડફોડ કરનારની પોલીસે કરી ધરપકડ, 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!