GSTV
Home » News » ખાસ દિલ્હી માટે કોંગ્રેસ ‘ઢંઢેરો ન્યાય’ બહાર પાડશે, સ્થાનિકોના આ મુદ્દાઓ ઉઠાવી ભાજપને ઘેરશે

ખાસ દિલ્હી માટે કોંગ્રેસ ‘ઢંઢેરો ન્યાય’ બહાર પાડશે, સ્થાનિકોના આ મુદ્દાઓ ઉઠાવી ભાજપને ઘેરશે

congress candidates expense

લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઇ કોંગ્રેસ થોડા સમયમાં જ વિરોધીઓને ઘેરવા દિલ્હીને જ ધ્યાનમાં રાખી સ્થાનિક મુદ્દાઓ સીલીંગ, પરિવાહન વ્યવસ્થા અને વાયું પ્રદુષણ જેવા મુદ્દાઓને લઇને એક ખાસ ઢંઢેરો ન્યાય બહાર પાડશે. આમ આદમી પાર્ટી દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાના મુદ્દે સાતેય બેઠકો પર ચૂંટણી લડે છે અને ભાજપ વિકાસ અને કેન્દ્ર સરકારની યોજનાઓના સહારે ચૂંટણી વૈતરણી પસાર કરવા મેદાનમાં ઉતર્યા છે  ત્યારે હવે કોંગ્રેસે દિલ્હીના સ્થાનિક મુદ્દાઓના સહારે ચૂંટણી જંગ જીવતા નિર્ધાર કર્યો અને આ માટે સ્થાનિક મુદાઓને લઇ દિલ્હી માટે એક ખાસ ચૂંટણી ઢંઢેરો ન્યાય બહાર પાડવાની તૈયારી કરી લીધી છે.

શુક્રવારે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શીલા દિક્ષિતે આ માટે એક બેઠક પણ યોજી હતી જેમાં ચૂંટણી અભિયાન સમિતિના અધ્યક્ષ સુભાષ ચોપરા સહિત પક્ષના અન્ય વરિષ્ઠ પદાધિકારીઓ પણ ઉપસ્થિત હતા. સામાન્ય રીતે લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ ચૂંટણી ઢંઢેરો બહાર પાડે છે અને તે આખા દેશ માટે એક જ હોય છે અને રાજ્ય સ્તરે કોઇ ઢંઢેરો બહાર પાડવામાં આવતો નથી પણ આ વખતે દિલ્હીમાં લોકસભાની ચૂંટણીનો ભારે રસાકસીભરી જંગ જામી હોવાથી પ્રદેશ કોંગ્રેસે પોતાનો અલગ ચૂંટણી ઢંઢેરો બહાર પાડવાની તૈયારી કરી છે જે બૂકલેટ સ્વરૂપે હશે અને તેનું નામ ‘ન્યાય થશે’ છે.

જેમાં પક્ષના હાઇ કમાન્ડ દ્વારા જાહેર કરાયેલી પ્રતિવર્ષ ૭ર હજાર રૂપિયાની ન્યાય યોજનાને મુખ્ય આધાર બનાવાયો છે અને દિલ્હીમાં સીલીંગ સમસ્યા, પરિવહન વ્યવસ્થા અને નાસુર બની રહેલા વાયુ પ્રદુષણની સમસ્યા, ગેરકાયદે કોલોનીઓને નિયમિત કરવાની અને ગંદી ઝૂંપડપટીમાં રહેનારાઓ માટે આવાસ યોજના, હોસ્પિટલ અને શિક્ષણ સુધારણા સહિતના મુદાઓ સમાવી લેવાયા છે.

પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા જીતેન્દ્રકુમાર કોચરે જણાવ્યું કે આ ઘોષણાપત્ર ન્યાય હોગા લગભગ તૈયાર છે અને દિલ્હીમાં પક્ષના સત્તાવાર ઉમેદવારોની જાહેરાતની સાથે જ તેને જાહેર કરવામાં આવશે. તેમાં સમાવાયેલા મુદ્દાઓને પક્ષ દિલ્હીના કોમન એજન્ડાના રૂપમાં તેનો પ્રચાર કરશે.

Read Also

Related posts

એરટેલને પછાડી આ કંપની બની બીજા નંબરની સૌથી મોટી ટેલિકોમ કંપની

Mansi Patel

AAPએ જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો, કેજરીવાલે કહ્યું- મોદી શાહની જોડી સિવાય કોઈ પણ પાર્ટીને સમર્થન

Arohi

AAP એ બહાર પાડ્યો ચૂંટણી ઢંઢેરો, કેજરીવાલે કહ્યું- બીજેપી સિવાય બીજી કોઇપણ પાર્ટીના સમર્થન માટે તૈયાર

Bansari