GSTV
National Politics Trending

ઉદયપુરમાં કોંગ્રેસની કાયાકલ્પ! વરિષ્ઠ નેતાઓએ પાયાના સ્તરેથી સંગઠનને મજબૂત કરવા પર ભાર મૂક્યો

કોંગ્રેસ પોતાના કાયાકલ્પમાં લાગી ગઈ છે.. ત્યારે ભાજપનો મુકાબલો કરવા કોંગ્રેસ પક્ષમાં આવનારા નવા નેતાઓની સાથે કાર્યકરો માટે નિયમિત તાલીમ શિબિરોનું આયોજન કરશે. જેઓ ત્રણ વર્ષથી પક્ષના પ્રાથમિક સભ્ય છે તેમને જ સંગઠનમાં પદાધિકારી બનાવવામાં આવશે. રાજસ્થાનના ઉદયપુરમાં કોંગ્રેસના નવ સંકલ્પ શિબિરના બીજા દિવસે વરિષ્ઠ નેતાઓએ પાયાના સ્તરેથી સંગઠનને મજબૂત કરવા પર ભાર મૂક્યો હતો. આ દરમિયાન ભાજપની જેમ રાજ્યો અને જિલ્લાઓમાં સંગઠન મહામંત્રી બનાવવા પર સહમતિ સધાઈ હતી. પાર્ટીના પહેલી હરોળના નેતાઓએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને સૂચન કર્યું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો સામનો કરવા માટે સેવાદળને મજબૂત બનાવવી જોઈએ.

આરએસએસની જેમ સેવાદળના કાર્યકર્તાઓએ પોતપોતાના વિસ્તારોમાં દરરોજ અથવા અઠવાડિયામાં એકવાર મતદારોનો સંપર્ક કરવો જોઈએ અને તેમને કોંગ્રેસના રીતરિવાજો અને નીતિઓ વિશે જણાવવું જોઈએ. વિરોધી પક્ષો અને કોંગ્રેસ વચ્ચેના તફાવત વિશે પણ લોકોને જણાવવું જોઈએ. નેતાઓએ કહ્યું કે, જરૂર પડે તો પાર્ટીના બંધારણમાં પણ સુધારો કરવો જોઈએ. અગાઉ ડિસેમ્બર 2010માં બંધારણમાં સુધારો કરવામાં આવ્યો હતો. પેરાશૂટર સંસ્કૃતિને ત્યાગીને પાર્ટીના જનાધાર ધરાવતા નેતાઓને પ્રાધાન્ય આપવામાં આવે.. વરિષ્ઠ નેતાઓએ અનૌપચારિક વાતચીતમાં સંમતિ દર્શાવી કે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીની ટિકિટ પાંચથી છ મહિના અગાઉ નક્કી કરી લેવી જોઈએ, જેથી ઉમેદવારને પોતાના વિસ્તારમાં કામ કરવાની તક મળે.

કોંગ્રેસ વર્કિંગ કમિટીના એક સભ્યએ જણાવ્યું હતું કે સંગઠનમાં સત્તા અને હોદ્દા પર બેઠેલા નેતાઓના કામનું મૂલ્યાંકન કરવા માટે અલગ વિભાગ બનાવવા માટે દરેક સંમત થયા છે. ચૂંટણીના રાજકારણથી દૂર રહી ચૂકેલા વયોવૃદ્ધ નેતાઓને મુલ્યાંકન વિભાગમાં સામેલ કરવામાં આવશે. જે નેતાનું કામ મૂલ્યાંકનમાં યોગ્ય જણાશે નહીં તેમને હોદ્દા પરથી દૂર કરવામાં આવશે.. સૂત્રોના જણાવ્યા અનુસાર, વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે, ગુલાબ નબી આઝાદ, દિગ્વિજય સિંહ અને રઘુવીર મીણાએ પંચાયતી રાજ સંસ્થાઓ અને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ પર સંપૂર્ણ ધ્યાન આપવા પર ભાર મૂક્યો હતો, જેથી આ ચૂંટણીઓના આધારે પાર્ટીમાં ભાવિ નેતાઓ તૈયાર કરી શકાય. રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે કહ્યું કે પાર્ટીમાં અનુશાસન જરૂરી છે. અનુશાસનનો ભંગ કરનારા દોષિતો સામે તાત્કાલિક પગલાં લેવા જોઈએ.

READ ALSO

Related posts

Good News/ કપૂર ખાનદાનમાં આવવાનો છે નાનો સભ્ય, આલિયા ભટ્ટે આપી ખુશખબર

Damini Patel

પોસ્ટ ઓફિસની ધાંસૂ સ્કીમ! 10 વર્ષથી મોટા બાળકોનું ખોલાવો ખાતુ, દર મહિને મળશે 2500 રૂપિયા

Karan

ઓનલાઈન શોપિંગ કરવું થશે સરળ, વોટ્સએપ લઈને આવી રહ્યુ છે આ નવું ફીચર, જાણો કેવી રીતે કરશે કામ

Hemal Vegda
GSTV