GSTV
Home » News » મલ્લિકાર્જુન મંદિરે પહોંચ્યા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને મનોકામના કરી કે ભાજપ…

મલ્લિકાર્જુન મંદિરે પહોંચ્યા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને મનોકામના કરી કે ભાજપ…

લોકસભા ચૂંટણીને અનુલક્ષીને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ નવસારીની મુલાકાત લીધી હતી. અમિત ચાવડાએ ચીખલીના મલ્લિકાર્જુન મંદિરે પૂજન કરી ચૂંટણીમાં કોંગ્રેસની જીત માટે કામના કરી હતી. જે બાદ તેમણે ચીખલીના મજીગામ ખાતે કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી હતી. ધરમપુરમાં આગામી 14 ફેબ્રુઆરીના રોજ કોંગ્રસ અધ્યક્ષ રાહુલ ગાંધી સભા યોજી રહ્યા છે. ત્યારે પ્રદેશ પ્રમુખ દ્વારા નવસારી જિલ્લાના કોંગ્રેસના આગેવાનો સાથે બેઠક યોજી જનમેદની એકઠી કરવાના પ્રયાસો હાથ ધરાયા છે.

અમિત ચાવડાએ નવસારીના આદિવાસી વિસ્તારમાંથી બહોલી સંખ્યામાં લોકોને રેલીમાં જોડાવાની અપીલ કરી છે. સાથે જ ભીલીસ્તાન ટાઇગર સેનાની ચીમકી મુદ્દે પણ પ્રતિક્રિયા આપી હતી. અમિત ચાવડાએ કહ્યું કે કોંગ્રેસ દરેક વર્ગ અને જાતિના લોકોને સાથે લઈને ચાલનારી પાર્ટી છે. બીજી તરફ ધારાસભ્ય વલ્લભ ધારવીયાએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે સવર્ણો માટે જાહેર કરેલી અનામત એ પાસની દેન છે.

Related posts

પ્રસિદ્ધ ગાયિકા ગીતા રબારી પણ ડેન્ગ્યુની ઝપટમાં આવી ગયા, રિપોર્ટ આવ્યો પોઝિટીવ

Mayur

કોલેજના યુવક-યુવતી બસ સ્ટેન્ડમાં જ એકબીજા પર દે ધનાધન કરવા લાગ્યા, વીડિયો થયો વાયરલ

Arohi

સેકસ સંબંધમાં પતિ બનતો હતો વિલન, પતિને મારવાનો પ્લાન બનાવ્યો પણ પ્રેમી પણ મરી ગયો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!