GSTV
Home » News » ક્યાંથી આવ્યા પૈસા ? કર્ણાટક કોંગ્રેસના જે ધારાસભ્યએ રાજીનામું આપ્યું હતું તેણે હવે ખરીદી 11 કરોડની કાર!

ક્યાંથી આવ્યા પૈસા ? કર્ણાટક કોંગ્રેસના જે ધારાસભ્યએ રાજીનામું આપ્યું હતું તેણે હવે ખરીદી 11 કરોડની કાર!

કર્ણાટક કોંગ્રેસમાં બળવો પોકાર્યા બાદ અયોગ્ય ઠેરવવામાં આવેલા 14 ધારાસભ્યોમાંથી એક એમટીબી નાગરાજ ફરીથી ચર્ચામાં આવ્યાં છે અને તે પણ મોંઘીદાટ કાર ખરીદવાના કારણે. એમટીબી નાગરાજે 11 કરોડની રોલ્સ રૉયસ ફેંટમ VIII કાર ખરીદી છે. જો કે ટેક્સ ચુકવ્યાં બાદ આ લક્ઝરી કારની કિંમત વધી શકે છે.

કર્ણાટક-જેડીએસ સરકારના કુલ 17 ધારાસભ્યોએ નારાજગી વ્યક્ત કરતાં જુલાઇમાં રાજીનામુ આપી દીધું હતું જે બાદ રાજ્યમાં ગઠબંધનની સરકાર પડી ભાંગી હતી. જો કે ત્યારે વિધાનસભા અધ્યક્ષે કોંગ્રેસના 14 ધારાસભ્યોને અયોગ્ય ઠેરવ્યાં હતા. આ જ ધારાસભ્યોમાંથી એક એમટીબી નાગરાજ પણ હતા.

રિપોર્ટસમાં જણાવવામાં આવ્યું છે કે હાલ તેમણે પોતાની કાર પર ટેક્સ ચુકવ્યો નથી. તેઓ કર્ણાટકના પહેલા નેતા નથી, જેની પાસે આટલી મોંઘીદાટ કાર છે. કર્ણાટકમાં ખનન માટે ચર્ચિત જનાર્દન રેડ્ડી પાસે પણ આવી જ કાર છે. એમટીબી નાગરાજે આટલી મોંઘી કાર ખરીદી તેનાથી નવાઇ એટલા માટે ન લાગે કારણે કે તેઓ દેશના સૌથી ધનાઢ્ય ધારાસભ્યોમાંથી એક છે.

તેમણે વિધાનસભાની ચૂંટણી દરમિયાન પોતાની એક હજાર કરોડથી વધુની સંપત્તિ ઘોષિત કરી હતી. જણાવી દઇએ કે જ્યારે એમટીબી નાગરાજે ધારાસભ્ય પદ પરથી રાજીનામુ આપ્યુ હતું ત્યારે તેમને મનાવવાના ઘણા પ્રયાસો કરવામાં આવ્યાં હતા.

કોંગ્રેસ નેતા ડીકે શિવકુમારે તેમનું રાજીનામુ પરત લેવા પણ કહ્યું હતુ. પરંતુ એમટીબી નાગરાજે પોતાનો નિર્ણય ન બદલ્યો. કોંગ્રેસના બળવાખોર નેતાની રોલ્સ રૉયસ કાર સાથેનો ફોટો કોંગ્રેસના પ્રવક્તા નિવેદિત અલ્વાએ પણ ટ્વિટ કર્યો છે.

Read Also

Related posts

ટ્રાફિકના નવા નિયમોને પાછા ખેંચવા માંટેની માંગ સાથે અમદાવાદ જનઆંદોલનની શરૂઆત

Kaushik Bavishi

DRDOની વધુ એક ઉપલબ્ધિ, 70 કિમી રેન્જવાળી ઓલ વેધર અસ્ત્ર મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યુ

Riyaz Parmar

પાટણ : ખાળકુવામાં પડી જતા પાંચ મજૂરોના મોત, પાડોશી મહિલાને આઘાત લાગતા તેમનું પણ મોત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!