GSTV
Home » News » રૂપાણીનો પાકિસ્તાન પ્રેમ : વાઈબ્રન્ટ ગુજરાતમાં અપાયું આમંત્રણ, મોદીનો મગાયો ખુલાસો

રૂપાણીનો પાકિસ્તાન પ્રેમ : વાઈબ્રન્ટ ગુજરાતમાં અપાયું આમંત્રણ, મોદીનો મગાયો ખુલાસો

Vijay Rupani cabinet expand

પાકિસ્તાનને લઈને ભાજપની બેવડી નીતિ ફરી એક વખત સપાટી પર આવી છે.એક તરફ કેન્દ્ર સરકાર આતંકવાદને આગળ ધરીને પાકિસ્તાન સાથે વાટાઘાટો કરવા માટે ઈનકાર કરે છે ત્યારે બીજી તરફ ગુજરાતમાં યોજાનારી ગ્લોબલ વાઈબ્રન્ટ સમિટમાં પાકિસ્તાનને પણ આમંત્રણ આપવામાં આવ્યુ હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. આ અંગે વિજયભાઈએ જણાવ્યું હતું કે, દર વર્ષે વાઈબ્રન્ટ સમયે કોંગ્રેસને કંઇને કંઇ સનેપાત થાય છે. તેનું કામ છે વિરોધ કરવાનું . વાયબ્રન્ટ ગુજરાત એ માત્ર ગુજરાત પૂરતો કાર્યક્રમ નથી એ હવે ગ્લોબલ બની ગયો છે. જેમાં કોઇ પણ દેશનું પ્રતિનિધીમંડળ આવી શકે છે.

પાકિસ્તાનમાંથી ઓછામાં ઓછા સાત પ્રતિનિધિ મંડળ આવશે

એક અંગ્રેજી અખબારે પ્રકાશિત કરેલા રિપોર્ટ પ્રમાણે વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં પાકિસ્તાનના વિવિધ પ્રાંતોમાંથી ઓછામાં ઓછા સાત પ્રતિનિધિ મંડળ સમિટમાં ભાગ લેવા માટે આવી શકે છે. વાઈબ્રન્ટ સમિટના આયોજનના ભાગરુપે ગ્લોબલ કોન્ક્લેવ ઓફ ઈન્ટરનેશનલ ચેમ્બર્સ નામની એક  ઈવેન્ટ યોજાતી હોય છે.જેમાં વિવિધ દેશોના વ્યવસાયિક પ્રતિનિધિમંડળ ભાગ લેતા હોય છે. જેમાં આ વખતે 52 દેશના પ્રતિનિધિમંડળ આવે તેવી સંભાવના છે.

2013માં પ્રતિનીધી મંડળ પરત ગયું હતું

જોકે પાકિસ્તાનના સમિટમાં ભાગ લેવા અંગે સરકારના અધિકારીઓ કશું કહેવા માટે તૈયાર નથી પણ કોંગ્રેસે આ મામલે પ્રતિક્રિયા આપતા કહ્યુ છે કે ગુજરાત સરકારે પાકિસ્તાનને સમિટમાં આમંત્રણ આપીને કરોડો નાગરિકો સાથે દગો કર્યો છે. હવે પીએમ મોદી દેશની જનતાને આ મામલે જવાબ આપે. ઉલ્લેખનીય છે કે 2013ની વાઈબ્રન્ટ સમિટમાં પાકિસ્તાનના પ્રતિનિધિ મંડળ ભાગ લેવા આવ્યું હતું. જોકે સરહદ પર તે જ વખતે પાકિસ્તાનના સૈનિકોએ ભારતના બે સૈનિકોનુ માથુ કાપીને કરેલી હત્યા બાદ ફેલાયેલા તનાવના કારણે પ્રતિનિધિનિધિ મંડળ મુખ્ય સમિટમાં ભાગ લીધા વગર પાછું ફરી ગયુ હતુ.

Related posts

કોલેજના યુવક-યુવતી બસ સ્ટેન્ડમાં જ એકબીજા પર દે ધનાધન કરવા લાગ્યા, વીડિયો થયો વાયરલ

Arohi

સેકસ સંબંધમાં પતિ બનતો હતો વિલન, પતિને મારવાનો પ્લાન બનાવ્યો પણ પ્રેમી પણ મરી ગયો

Mayur

સટ્ટા બજારમાં અલ્પેશ ઠાકોરનું નામ હોટ ફેવરિટ, બોલાઈ રહ્યો છે આટલો ભાવ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!