GSTV

રૂપાણી સરકારે કરી મોટી ભરતીની જાહેરાત, કોંગ્રેસે આપી આ પ્રતિક્રિયા

Last Updated on September 5, 2020 by pratik shah

બેરોજગારી અને અટકી પડેલી ભરતી પ્રક્રિયાને લઈને છેલ્લા કેટલાય સમયથી ગુજરાતના બેરોજગાર યુવાનો અને જુદી જુદી સરકારી પરીક્ષાઓ આપી ચૂકેલા ઉમેદવારો સરકારી નોકરીઓમાં ભરતી કરવા માટે સરકાર સમક્ષ રજૂઆતો કરી રહ્યા હતા. રોજગારી મુદ્દે છેલ્લા ઘણા સમયથી ટ્વીટર પર બેરોજગારીનો મુદ્દો ટ્રેન્ડ પણ કરવામાં આવતો હતો. ત્યારે સમગ્ર ઘટનાક્રમ બાદ હવે રૂપાણી સરકારે મોટી જાહેરાત કરી છે. ત્યારે કોંગ્રેસ દ્વારા આ જાહેરાતને લઈને પ્રતિક્રિયા આપવામાં આવી છે.

જાહેરાત માત્ર જાહેરાત ન બની જાય!: કોંગ્રેસ

રૂપાણી સરકારે રાજ્યમાં અટકેલી ભરતી પ્રક્રિયા આગળ ધપાવવાનો નિર્ણય કર્યા બાદ કોંગ્રેસે પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોશીએ જણાવ્યું કે સરકારે કરેલી ભરતીની જાહેરાત એ ફક્ત જાહેરાત બનીને ન રહે તે જરૂરી છે. વર્ષ 2015થી સરકારે ભરતીની અનેક જાહેરાતો કરતી આવી છે. ત્યારે આ વખતે ખરા અર્થમાં જાહેરાત પર અમલ કરે તે જરૂરી છે.

સીએમની અધ્યક્ષતામાં અલી હતી બેઠક

ગત રોજ મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં જીપીએસસી, ગૌણ સેવા પસંદગી મંડળ, પંચાયત સેવા પસંદગી મંડળ, પોલીસ, સામાન્ય વહીવટી વિભાગ તેમજ શિક્ષણ વિભાગની ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી. જેમાં મુખ્યપ્રધાન રૂપાણીએ ભરતી પ્રક્રિયા આગળ ધપાવવાનો આદેશ આપ્યો છે.

8 હજાર જગ્યાઓ માટે અપાશે નિમણુંક પત્રો

રાજ્યના યુવાનો માટે રૂપાણી સરકારે મોટી જાહેરાત કરી છે. રાજ્યમાં સરકારી નોકરીમાં જે ભરતી માટેની પ્રક્રિયાઓ પૂરી થઇ ગઇ છે તેવી કુલ 8 હજાર જગ્યાઓ માટેના નિમણૂંક પત્રો તાત્કાલિક આપવાની સરકારે જાહેરાત કરી છે.

આગામી 5 મહિનામાં કરાશે 20 હજાર ભરતી

આગામી 5 મહિનામાં રાજ્યમાં 20 હજારથી વધુ ભરતી કરાશે. જે ભરતીની જાહેરાત થઇ ગઇ છે પરંતુ પરીક્ષાની પ્રક્રિયા બાકી છે તેવી જગ્યાઓ માટે કોરોનાની સ્થિતિ સામાન્ય થયા બાદ પરીક્ષાઓ લેવામાં આવશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

ભ્રષ્ટાચાર / નીતિનિયમોને નેવે મૂકી વિકાસ કામો કર્યાનો આક્ષેપ, સરકારી યોજનાઓમાં થઈ રહી છે મોટાપાયે ગેરરીતી

GSTV Web Desk

એક્શનમાં વિપક્ષ / કોંગ્રેસે કોર્પોરેશનની ઓફિસો અને હોસ્પિટલોમાં બાઉન્સરો રાખવાનો ઉઠાવ્યો મુદ્દો, ઉગ્ર વિરોધ કરવાની ઉચ્ચારી ચિમકી

GSTV Web Desk

વિવાદિત દરખાસ્ત / કમર તોડી નાખે તેવી મોંઘવારી વચ્ચે શહેરીજનો પર કરબોજ વધારવાની તૈયારીમાં AMC

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!