અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની સામાન્ય સભાની ઓનલાઇન બેઠકમાં વિપક્ષે કોર્પોરેશનની બિલ્ડીંગો અને હોસ્પિટલમાં બાઉન્સર રાખવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. બાઉન્સરો લોકોને ડરાવવામાં માટે રાખવામાં આવ્યા હોવાના વિપક્ષે ગંભીર આક્ષેપો કર્યા છે. આ સાથે વિપક્ષે ચીમકી ઉચ્ચારી છે કે આગામી દિવસોમાં બાઉન્સર નહીં હટે તો વિપક્ષ ઉગ્ર આંદોલન કરશે.

આજરોજ AMCની ઓનલાઇન સામાન્ય સભા યોજાઇ હતી. જેમા નવા નિયામેલા કોંગ્રેસ નેતા શહેઝાદ ખાન પઠાણે તંત્ર પર અનેક સવાલો ઉભા કર્યા હતા. દાણાપીઠ ખાતે આવેલી કોર્પોરેશનની મુખ્ય ઓફિસ અને હોસ્પિટલ તેમજ અન્ય ઓફિસ ખાતે રાખવામાં આવેલા બાઉન્સરો સામે સવાલ ઊભા કરતાં વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણે જણાવ્યું હતું કે કોર્પોરેશનની ઓફિસોમાં પ્રજા પોતાના પ્રશ્નોને લઈને આવે છે અને તેનું નિરાકરણ કરવાનું કામ કોર્પોરેશનનું છે પરંતુ દરવાજા પાસે મોટા બાઉન્સરો મૂકીને ભાજપના સત્તાધીશો કોને ડરાવવા માગે છે? બાઉન્સરો પાછળ મોટો ખર્ચ કરવામાં આવે છે. તેમણે સવાલ કર્યો કે નેતાઓ ચૂંટણી સમયે પ્રજા પાસે બાઉન્સર લઈને વોટ માંગવા જતા નથી, તો સરકારી કચેરી, કોર્પોરેશનમાં ચૂંટાયા બાદ આખરે બાઉન્સરો શા માટે? એક મહિનામાં જો બાઉન્સરોને દૂર કરવામાં નહીં આવે તો વિપક્ષ ઉગ્ર વિરોધ કરશે તેમ વિપક્ષ નેતાએ જણાવ્યું હતું.
પાર્કિંગ ઉભા કરી જનતાના પૈસાનો વેડફાટ કરવામાં આવી રહ્યો છે- વિપક્ષ નેતા
શહેરમાના મલ્ટીલેવલ પાર્કિંગ અને નવા બનતા મલ્ટીલેવલ પાર્કિંગને લઈને પણ વિપક્ષ નેતા શહેઝાદખાને જણાવ્યું હતું કે કાંકરિયા હોય કે નવરંગપુરા મલ્ટીલેવલ પાર્કિંગ આ તમામ જગ્યાએ પાર્કિંગ ખાલી રહે છે. ઉપરાંત સિંધુભવન રોડ અને પ્રહલાદનગર રોડ પર કરોડો રૂપિયાના ખર્ચે મલ્ટીલેવલ પાર્કિંગ બનાવવામાં આવી રહ્યા છે. આ વિસ્તારમાં જ્યાં કોમ્પલેક્ષમાં પાર્કિંગની સુવિધા હોય છે છતાં પણ ત્યાં પાર્કીંગ ઉભા કરી અને જનતાના પૈસાનો વેડફાટ કરવામાં આવી રહ્યો છે.

સફાઈનો ઉઠાવ્યો મુદ્દો
શહેરીજનો પાસેથી સફાઈ યુઝર ચાર્જ તરીકે રૂપિયા વસુલવામાં આવે છે, જોકે શહેરમાં ઠેર-ઠેર કચરો જોવા મળે છે. આ મામલે વિપક્ષે બે દિવસ પહેલા જ મેયરની ઓફિસ બહાર દેખાવો કર્યા હતા. આજે મળેલી સામાન્ય સભામાં પણ સ્વચ્છતા મુદ્દે વિપક્ષે પ્રહારો કર્યા હતા. AMCના નવા નિમાયેલા વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે જણાવ્યું કે અમદાવાદ મેટ્રો શહેર છે. સ્વચ્છતા અભિયાન અંગે 7 સ્ટાર રેટીંગની વાતો કરાય છે અને તેના માટે 70 લાખની વસ્તીવાળા શહેરમાં ફકત 2 વર્તમાનપત્રોમાં નોટીસ આપી અભિપ્રાય મંગાવામાં આવે છે. સ્વચ્છતા અભિયાનના નામે ફોટો સેશન કરાય છે, પરંતુ પરિસ્થિતિ તદ્દન વિપરીત છે. આખા શહેરમાં કચરાના ઢગલા જોવા મળે છે. આખા શહેરમાં મુકવામાં આવેલ ગ્રીન અને બ્લ્યુ ડસ્ટબીન હવે નજરે પડતા નથી અને સફાઇના બીલો જનરેટ થતા જાય છે. સફાઇ કોન્ટ્રાકટરો અને અધિકારીઓની મીલીભગતથી ભ્રષ્ટાચાર કરવામાં આવે છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અનેટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચારમેળવવા માટે અમારી Android App ડાઉનલોડકરો…
MUST READ:
- મહત્વનો નિર્ણય / નાઇટ શિફ્ટ માટે મહિલાઓની સંમતિ લેવી પડશે, સરકારી અને ખાનગી ક્ષેત્ર બંને પર થશે લાગુ આ નિયમ
- મોંઘવારી સામે લડવા ઓઈલ કંપનીઓ પાસે વધુ ટેક્સ વસૂલવા સરકારની તૈયારી
- રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ભારતીય ઓઈલ કંપનીઓના ડિવિડન્ડના રૂ. 1000 કરોડ અટવાયા
- પૈસા ખર્ચ્યા વિના જુઓ વેબ સિરીઝ અને ફિલ્મ, આ એપ છે બિલકુલ ફ્રી, નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમને પણ ભૂલી જશો
- એન્ડ્રોઇડ યુઝર્સ સાવધાન! / ખતરનાક મેલવેયર વાયરસ ઈઝ બેક, જાણો કંઈ રીતે પહોંચે છે તમારા સ્માર્ટફોનમાં